GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Video: ચાલુ મેચમાં મેદાન પર આવી ગયો સાપ, ખેલાડીઓના થયાં આવા હાલ

સોમવારથી ભારતની સર્વોચ્ચ ઘરેલૂ રણજી ટ્રોફી સત્રનો શુભારંભ થઇ ગયો. સોમવારથી દેશના અલગ અલગ સ્થળો પર એક સાથે 16 ઘરેલૂ મેચની શરૂઆત થઇ. આ તમામ મેચ 12 ડિસેમ્બર સુધી રમાશે. પરિણામે ગ્રુપ એ અંતર્ગત વિજયવાડામાં આંધ્ર પ્રદેશ અને વિદર્ભ વચ્ચે શરૂ થયેલી મેચ ત્યારે અધવચ્ચે અટકાવવી પડી જ્યારે મેદાન પર સાપ આવી ગયો.

 બીસીસીઆઇએ આ ઘટનાનો વીડિયો પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. સાપ મેદાનની વચ્ચે આવી ગયો, તો ખેલાડીઓના ચહેરા પર પણ તણાવ જોવા મળ્યો અને તે સ્વાભાવિક છે. જો કે થોડા સમય બાદ મેચ શરૂ થઇ ગઇ.

મેદાન પર સાપ નીકળ્યો તો, મેદાનકર્મી તરત જ મેદાન પર દોડ્યા, તો તરત જ તાલીઓના અવાજથી સાપને બહાર ભગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમનો પ્રયાસ સફળ રહ્યો, જ્યારે સાપે ઝડપથી મેદાનની બહાર નીકળવાનું શરૂ કર્યુ.

વિદર્ભના કેપ્ટન ફૈઝ ફૈઝલે ટૉસ જીતીને આંધ્ર પ્રદેશ સામે પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો. આંધ્ર પ્રદેશની ટીમનું નેતૃત્વ ભારતીય ટેસ્ટ ટીમના સભ્ય હનુમા વિહારી કરી રહ્યો છે. જણાવી દઇએ કે શરૂ થયેલી રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ અંતર્ગત ટૉપ 5 ટીમો ગ્રુપ એ અને બીથી નૉકઆઉટમાં પ્રવેશ કરશે. સાથે જ ગ્રુપ સી ઉપરાંત પ્લેટ ગ્રુપ સાથે પણ બે ટીમો નૉકઆઉટમાં જશે.

ફૈઝ ફૈઝલની આગેવાનીમાં વિદર્ભની ટીમ સતત ત્રીજા વર્ષે ખિતાબી અભિયાનની શરૂઆત કરી રહી છે. પરંતુ આ વખતે તેની રાહ સરળ નહી હોય. જો કે પહેલાં બેટિંગ કરતાં આંધ્ર પ્રદેશની શરૂઆત સારી રહી ન હતી. સીઆર જ્ઞાનેશ્વર અને અન્ય ઓપનર પ્રસાંથ જલ્દી આઉટ થઇ ગયો.

Read Also

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!