GSTV
Bollywood Entertainment Trending

સૂર્યવંશીમાં આ એક્ટ્રેસ નિભાવશે પોલીસ ઑફિસરનો રોલ, અક્ષય કુમાર સાથે મચાવશે ધમાલ

રોહિત શેટ્ટીની આવનારી ફિલ્મ ‘સૂર્યવંશી’ છેલ્લા કેટલાય સમયથીચર્ચામાં છે. આ ફિલ્મ સાથે અક્ષય કુમાર, કેટરિના કૈફ અને રોહિત શેટ્ટી પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. રોહિત પોતાની આ ફિલ્મને બ્લોક બસ્ટર બનવવાના પ્રયાસ કરી રહ્યો છે. પહેલા એવી વાત હતી કે આ કોપ ફેન્ચાઇઝી ફિલ્મના ક્લાઇમેકસમાં પહેલા અને બીજા ભાગના દરેક કલાકાર જોવા મળશે.

વધુ એક બાતમીના અનુસાર રણવીર, અક્ષય, અજય ઉપરાંત રાણી મુખર્જી પણ ફિલ્મના ક્લાઇમેક્સમાં જોવા મળે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આ ફિલ્મના ક્લાઇમેક્સ માટે રોહિતને એક સ્ટ્રોેન્ગ મહિલા પોલીસના પાત્રની ઇચ્છા છે.

જોકે આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. પરંતુ રાણી મુખર્જી ફિલ્મના વિલેનો સાથે ટક્કર લેતી જોવા મળે તેવી ધારણા છે. આ પહેલા રાણી મુખર્જી ફિલ્મ ‘મર્દાની ‘માં પણ ફીમેલ કોપની ભૂમિકા ભજવી છે. રોહિત શેટ્ટીપોતાની ફિલ્મના ક્લાઇમેક્સ માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. આમ પણ રોહિતની મોટા ભાગની ફિલ્મો રૂપેરી પડદે ટંકશાળ પાડે છે.

Read Also

Related posts

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda

ઉદેપુરના જઘન્યકાંડમાં પાકિસ્તાની કનેક્શનની આશંકા, હત્યારાઓ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે છે જોડાયેલા

Hardik Hingu
GSTV