GSTV
Home » News » Movie review: ‘હિચકી’ છે એક શિક્ષકના સંઘર્ષની કહાની

Movie review: ‘હિચકી’ છે એક શિક્ષકના સંઘર્ષની કહાની

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી માતા બન્યા બાદ એક વાર ફરી મોટા પરદે ફિલ્મ ‘હિચકી’ દ્વારા કમબેક કરી રહી છે. ‘હિચકી’ ૨૩ માર્ચથી સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ પહેલા રાની ૨૦૧૪માં રિલીઝ થયેલ હીટ ફિલ્મ ‘મર્દાની’ માં નજર આવી હતી. ત્યાર બાદ તેણે યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. ‘મર્દાની’ બાદ રાની એ 4 વર્ષ બાદ ‘હિચકી’ને સાઈન કરી હતી. ફિલ્મમાં રાની એક ટીચરની ભૂમિકામાં નજર આવશે જેને  ‘ટોરેટ સિન્ડ્રોમ’ નામની બીમારી છે. ફિલ્મમાં બતાવામાં આવ્યું છે કે રાનીને પોતાની પ્રોફેશનલ લાઈફમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા ફિલ્મનું ટેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેને દર્શકોનો પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો હતો.

સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘હિચકી’માં રાની મુખર્જી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી અભિનેત્રીના કિરદારની આસપાસ ફરે છે. ફિલ્મમાં રાની નૈના માથુરનું પાત્ર ભજવી રહી છે. નૈનાને ‘ટોરેટ સિન્ડ્રોમ’ નામની બીમારી છે. જેના કારણે તેણે બોલવામાં પરેશાની થાય છે. ફિલ્મની સ્ટોરી બ્રેડ કોહેનના પુસ્તક ‘ફન્ટ ઓફ ડ ક્લાસ: હાઉ ટોરેટ સિન્ડ્રોમ મેડ મી ધ ટીચર આઈ નેવર હેડ’ પર આધારિત છે. સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવે છે જયારે રાનીને એક મોટી સ્કૂલમાં ટીચરની નોકરી મળે છે. સ્કૂલમાં બાળકો રાનીને ઘણી અલગ અલગ રીતે હેરાન કરે છે. પોતાની બીમારીના કારણે રાનીને બાળકો અને સ્કૂલ મેનેજમેન્ટ સાથે સંઘર્ષ કરતા દર્શાવામાં આવ્યું છે. ઘણી અડચણો આવ્યા બાદ પણ રાની પોતાની જાતને સાબત કરી બતાવે છે.

રાની મુખર્જી ફિલ્મમાં પોતાના અભિનય દ્વારા દર્શકોનું ધ્યાન આકર્ષિત કરતા નજરે પડી રહી છે. રાનીએ પોતાના અભિનયથી ફિલ્મમાં પ્રાણ ફૂકી દીધા હતા. હિચકી પહેલાથી જ દર્શકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું હવે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ફિલ્મમાં રાની મુખર્જીની સાથે સ્પોર્ટીંગ રોલમાં હર્ષ માયર, સચિન પિલગાવકર, શુપ્રિયા પિલગાવકાર અને શિંદે જેવા કલાકાર પણ છે.

Related posts

એક્સરસાઇઝ માટે સેક્સ કરે છે આ હૉટ એક્ટ્રેસ, ઇન્ટીમસીને લઇને કહી દીધી આટલી મોટી વાત

Bansari

તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકર કરશે સમાજ સેવા, બાલિકા સશક્તિકરણના સમર્થનમાં કર્યો સંકલ્પ

Arohi

સલમાન ભાઈજાને કર્યો ખુલાસો સોશિયલ મીડિયા પર કેમ વર્કઆઉટના વીડિયો અને ફોટો કરે છે શેર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!