શાનદાર ફિચર્સ સાથે લૉન્ચ થયું Range Rover Evoqueનું નવું મોડલ

પોતાની લક્ઝરી કારના કારણે વિશ્વભરમાં જાણીતી કંપની જગ્યુર લેન્ડ રોવર એસયુવી રેન્જ રોવર ઇવોકના નવા વેરિયન્ટને રજૂ કરવામાં આવ્યું છે. કંપનીએ પોતાની કારને ખૂબજ આકર્ષક ડિઝાઈન સાથે રજૂ કરી છે જેમાં પાતળી એલઈડી હેડલાઈટની સાથે ટેલ લાઈટમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. કંપનીએ આમાં એવા મટિરીયલનો ઉપયોગ કર્યો છે જે સંપૂર્ણ રીતે રિસાઈકલ કરી શકાય છે. આ એસયુવીમાં અમુક નેચરલ મટેરિયલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

કંપનીએ આ એસયુવીમાં 1.5 લીટરની ક્ષમતાનું 4 સિલેન્ડર યુક્ત પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કર્યો છે. જે અસયુવીને 197 બીએચપીનો પાવર અને 280 એનએમનો ટોર્ક આપે છે. નવી રેન્ડ રોવરમાં આવોકમાં 40 વોલ્ટ માઈલ્ડ હાઈબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીને પણ કંપનીએ પહેલી વખત ઈસ્તેમાલ કર્યું છે. આ માઈલ્ડ હાઈબ્રિડ ટેક્નોલોજી એસયુવીના ડીએક્ઝેલરેશન વખતે એનર્જીને ફ્લોર બેટરીમાં સ્ટોર કરે છે. આ ઉપરાંત કંપનીએ એન્જીનને એ રીતે ટ્યુન કર્યું છે કે તે 17 કિમી પ્રતિકલાકની રફતારથી ઓછું થવા પર એન્જીન જાતે જ બંધ કરી દે છે.

કંપનીએ નવી રેન્જ રોવર ઈવોકમાં અમુક એડિશનલ ફિચર્સને શામિલ કર્યા છે. તેમાં ટ્વીન ટ્ચ સ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, ફાસ્ટ સોફ્ટવેર, 16 વે સીવ કંટ્રોલ અને એર આયેનિસેશનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ફિચર્સની વાત કરવામાં આવે તો તેમાં ડ્રાઈવ લાઈન ડિસ્કનેક્ટ, સેકન્ડ જનરેશન એક્ટીવ ડ્રાઈવલાઈન, એન્ડોપ્ટિવ ડાયનામિક ફિચર, ઓલ ટેરેન રિસ્પોસ, ક્લીયર સાઈટ રિયર વ્યૂ મિરર, ક્લિયર સાઈટ ગ્રાઉન્ડ વ્યૂ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કંપનીએ ક્લીયર સાઇટ ગ્રાઉન્ડ વ્યૂ ટેકનીકનો ઉપયોગ પ્રથમ વાર કોઈ લેન્ડ રોવર પ્રોડક્ટમાં કર્યું છે. પહેલાં આ ટેકનીકનો ઉપયોગ કોઈ પણ વાહનમાં કરવામાં આવ્યો નથી. તેની મદદ કાર ડ્રાઈવર સરળતાથી બોનટની નીચે અને ફ્રન્ટ એન્ડ ડાઉન 180 ડિગ્રી સુધી જોઈ શકે છે. જેનાથી તેને ડ્રાઇવિંગમાં ખૂબ સુવિધા મળે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter