GSTV
Home » News » ‘પીએમ પછી મોદીને ફિલ્મમાં જવાનો ઈરાદો, અક્ષય કુમાર કરતા મોદી વધારે એક્ટિંગ કરતા હતા’

‘પીએમ પછી મોદીને ફિલ્મમાં જવાનો ઈરાદો, અક્ષય કુમાર કરતા મોદી વધારે એક્ટિંગ કરતા હતા’

પીએમ મોદીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આપેલા ઈન્ટરવ્યૂ પર કોંગ્રેસે કટાક્ષ કર્યો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ હતુ કે રાજનીતિ બાદ પીએમ મોદીને ફિલ્મમાં જવાનો ઇરાદો છે.

ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમાર કરતા વધારે એક્ટિંગ કરી રહ્યા હતા. તેઓ ઈન્ટરવ્યૂ દ્વારા ફિલ્મોમાં રોજગારીની તક શોધી રહ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદીએ ઈન્ટરવ્યૂમાં એક પણ સવાલનો જવાબ ગંભીરતાથી આપ્યો નથી.

મોદીએ ઈન્ટરવ્યુમાં ખોલ્યા ઘણા અનેરા રાજ

પીએમ મોદીએ કહ્યું કે, મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે હુ દેશનો વડા પ્રધાન બનીશ. મારો પરિવાર ઈચ્છતો હતો કે, હું સારી નોકરી કરુ. પરંતુ હુ  સેનામાં જવા ઈચ્છતો હતો. નાનપણથી દેશના મહાન વ્યક્તિઓનુ જીવન ચરિત્ર વાંચવાનો મને શોખ છે. જેથી ઘણી મહાન વ્યક્તિઓના જીવનથી હું પ્રેરિત થયો છુ.

પીએમ મોદીએ કહ્યુ કે, ગુસ્સો, નારાજગી અને રાજીપોએ મનુષ્યનો સ્વભાવ હોય છે. હું ઘણા સમય સુધી ગુજરાતનો સીએમ રહ્યો અને અત્યારે પીએમ છું. પટાવાળાથી લઈને મુખ્ય સચિવ સુધી કામ કર્યુ પરંતુ તેમની સાથે કામ કરતી વખતે  ગુસ્સો કરવાની ક્યારેય તક મળી નથી.  પીએમ મોદીએ કહ્યુ કે ગુસ્સો તો આવે પણ આ ગુસ્સો અંદર હોય છે.

READ ALSO

Related posts

જો ગુલામ નબી આઝાદને કશ્મીર જવા માટે કોર્ટનો દરવાજો ખખડાવવો પડે તો કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી

Mayur

સલમાન સહિતના સ્ટાર્સની મુસીબતમાં વધારો, કાળિયાર કેસ ચલાવવાની અરજી સ્વીકારાઈ

Mayur

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધારે ખરાબ હશે તો હું જાતે શ્રીનગરની મુલાકાતે જઈશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!