GSTV
Gujarat Government Advertisement

જનસભા કરવા રાંચી પહોંચેલાં અસદુદ્દીન ઓવૈસીના પોસ્ટર પર લગાવાઈ કાળી શાહી

રાંચીના કચેરી ચોક ઉપર લાગેલાં એઆઈએમઆઈએમ ચીફ તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ જવાનોએ તે શાહીને સાફ કરી હતી. અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી જનસભામાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા છે. તેમની પાર્ટી ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે. તેમની સભા બરિયાતુ વિસ્તારનાં પહાડી મેદાનમાં થવાની છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં AIMIM

સૂત્રો મુજબ ઓવૈસીની પાર્ટી ઝારખંડની 30થી 35 વિધાનસભા સીટો ઉપર ઉમેદવારો ઉતારી શકે છે. અને રાજ્યમાં થઈ રહેલાં મોબ લિંચિંગના મામલાને મુદ્દો બનાવી શકે છે. રાંચીમાં ઓવૈસીએ સરાયકેલમાં મોબ લિંચિંગના શિકાર થયેલાં તબરેઝ અંસારીની પત્ની શાઈસ્તા પરવીનને મળ્યા હતા. મુલાકાત દરમ્યાન ઓવૈસીએ તબરેઝનાં પરિવારજનોને મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સાથે જ કહ્યુ હતુકે, તેઓ કેસ ઉપર ધ્યાન આપે. ઓવૈસીએ કહ્યુ હતુકે, કેસમાં ધારા 302 ફરીથી જોડાતા ન્યાયની આશા વધી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!