GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

રણબીર કી તો નિકલ પડી, રાજકુમાર હિરાણીની દરેક ફિલ્મનો હિસ્સો બનશે જુનિયર કપૂર

રાજ કુમાર હીરાણીની ફિલ્મ ‘સંજુ બોક્સ ઓફિસ પર સફળ થઇ છે, તેમજ આ ફિલ્મમાં રણબીર કપૂરની ભૂમિકાના ભારોભાર વખાણ થયા છે. જેથી દિગ્દર્શક જુનિયર કપૂરથી એટલો પ્રભાવિત થઇ ગયો છે કે હવેથી તે તેને દરેકમાં સાઇન કરશે.

હવેથી રણબીર કપૂર રાજ કુમાર હીરાણીની દરેક ફિલ્મનો હિસ્સો હશે. એવું જરૃરી નથી કે તે મુખ્ય પાત્ર જ ભજવે. રણબીરની જેવી જરૃર લાગશે તેવા પાત્ર માટે તેને સાઇન કરવામાં આવશે. જેની શરૃઆત હીરાણીએ મુન્નાભાઇ સીરીઝ સાથે કરી છે. આ સીરીઝમાં અરશદ વારસી નહીં પરંતુ રણબીર કપૂર જોવા મળશે. અરશદે ભજવેલું સર્કિટનું પાત્ર પણ ફિલ્મમાં મુખ્ય રોલ જેટલું જ મહત્વનું હતું.

જોકે અરશદને આ વાતથી માઠું પણ લાગ્યું છે પરંતુ દિગ્દર્શકના ફેંસલા પાસે તે લાચાર છે. હવે આ જ પાત્રને રણબીર કેટલો ન્યાય આપી શકે છે તે જોવું રહ્યું. જુનિયર કપૂરને ફિલ્મ ‘સંજુ લોટરી સમાન સાબિત થઇ છે.

આ ફિલ્મ બાદ તેને બોલીવૂડના માંધાતાઓ દર્શકોનો માનીતો હીરો માની રહ્યા છે અન તેને પોતાની ફિલ્મમાં સાઇન કરવા ઉત્સાહિત છે. જ્યારે રણબીરની અંગત જીવનની વાત કરીએ તો હાલ તે આલિયા સાથે ગાઢ મિત્રતા બાંધી રહ્યો છે. રણવીર-આલિયા પણ પોતાના સંબંધોને છુપાવવા માંગતા નથી. હવે તેઓ લગ્ન કરે છે કે નહીં તે તો સમય જ દાખવશે.

Related posts

દ્વારકા: વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો થયા પરેશાન, ગ્રામજનોને હાલાકી પડતા વસાવ્યું આ સાધન

pratik shah

આ ફેમસ એક્ટરે કર્યો ચાઈનિઝ મોબાઈલના પ્રચારનો ઈનકાર, આ બ્રાન્ડને કરતો હતો પ્રમોટ

Arohi

હાર્દિક પટેલે ખોડલધામ મંદિરની લીધી મુલાકાત, કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આપી આ પ્રથમ પ્રતિક્રિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!