GSTV

આલિયાથી આ હરકતોથી પરેશાન થઇ ગયો રણબીર, એક વર્ષમાં જ સંબંધોમાં આવી ખટાશ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના સંબંધોને લઇને સતત ચર્ચામાં છે. બંને સાથે બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યાં છે. તાજેતરમાં જ બંનેએ પોતાના સંબંધોને દુનિયા સમક્ષ સ્વીકાર્યા છે. તાજેતરમાં જ રણબીર અને આલિયાના સંબંધોને લઇને એવી ખબરો આવી રહી છે જેના કારણે તેમના ફેન્સને ઝટકો લાગી શકે છે.

એક અહેવાલ અનુસાર રણબીર અને આલિયાના સંબંધો વણસી રહ્યાં ચે. હકીકતમાં રણબીર, આલિયાના વારંવાર ફોન અને મેસેજ કરવાના કારણે પરેશાન થઇ ગયો છે. આલિયા,રણબીર પાસે સમય ઇચ્છે છે. જ્યારે રણબીર આ બાબતથી પરેશાન થઇ ગયો છે.

આલિયા પોતાના આ સંબંધને આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આલિયા રણબીરના આ વર્તનથી ખૂબ જ દુખી છે. જણાવી દઇએ કે તાજેતરમાં જ આલિયા અને રણબીરની સગાઇને લઇને પણ ખબરો આવી હતી.

રણબીરના પરિવારને આલિયા પસંદ છે. રણબીરની માતા નીતૂ સિંહ પણ અવારનવાર આલિયા સાથે જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે રણબીર-આલિયા એકબીજાને લઇને ખૂબ જ સિરિયસ છે. આલિયા પણ રણબીરના પરિવાર સાથે ભળી ગઇ છે.

રણબીરના પિતા ઋષિ કપૂર હાલ ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. આલિયા પણ તેમને મળવા માટે ત્યાં પહોંચી હતી અને કપૂર પરિવાર સાથે તેણે ન્યૂયોર્કમાં જ ન્યૂયરનું સેલિબ્રેશન કર્યુ હતુ.

એવા અહેવાલ પણ મળ્યાં હતાં કે નીતૂ કપૂરે જ રણબીરને આલિયા સાથે સગાઇ કરવા માટે તૈયાર કર્યો હતો. તેવામાં રણબીર અને આલિયા હજુ લગ્ન કરવાના મૂડમાં નથી. તેઓ ઇચ્છે છે કે પહેલાં તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલિઝ થઇ જાય તે પછી તેઓ લગ્ન વિશે વિચારશે. તેવામાં નીતૂ કપૂર ઇચ્છે છે કે બંને આ વર્ષે સગાઇ કરી લે.

Read Also

Related posts

અકસ્માતોનું સરવૈયું : રાજ્યમાં દરરોજ 18 અકસ્માત અને થાય છે 22 જેટલા લોકોનાં મોત, 2019માં આટલા લોકોનાં થયાં છે મોત

Bansari

મોદી સરકાર માટે ખુશખબર: સીધું વિદેશી રોકાણ 16 ટકા વધીને 27.1 અબજ ડોલરે પહોંચ્યું

Mansi Patel

આઇપીએલમાં કિંગ્સ ઇલેવન સામે હાર્યા બાદ દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરે બતાવી પોતાની આ ભૂલો

Karan
Do NOT follow this link or you will be banned from the site!