છુપાઈ છુપાઈને કરતા હતા રોમાંસ: અમુક તો કારની બારીમાંથી કિસ કરતા ઝડપાયા, 10 સેલેબ્રિટીની વાયરલ તસવીરો

બૉલીવુડમાં સેલેબ્સનાં અંગત જીવનને જાણવા માટે ચાહકો કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઘણી વાર કેટલીક તસવીરો જાહેર કરવામાં આવે છે કે જેના કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયાના આ સમયમાં આવા ફોટો તરત વાયરલ થઈ જાય છે.

માહિરા ખાન અને રણબીર કપૂર ધુમ્રપાન કરતા ન્યૂયોર્કની શેરીઓમાં જોવા મળ્યાં હતા એનાં ફોટો વાયરલ થયા હતા, જેના પછી લોકોએ સોશિયલ મીડિયામાં લોકોએ ટૂંકા ડ્રેસ માટે અને ખુલ્લામાં ધુમ્રપાન કરતી જોઈને માહિરા ખાનને લોકોએ ટ્રોલ કરી હતી. આ સિવાય પણ રણબીર કપૂર અને માહિરા ખાનની અફેર ચર્ચા પર ઘણી વાતો સામે આવી છે. માહિરા ખાન ફિલ્મ રાયસમાં શાહરુખ ખાન સાથે જોવા મળી હતી.

તમે બૉલિવુડના પ્રશંસક છો તો તમે ડિમ્પલ કાપડિયા અને સની દેઓલના સંબંધ વિશે ચોક્કસપણે જાણતા હશો. સન્ની દેઓલ અને ડિમ્પલ કાપડિયા બંને કોઈ ફિલ્મ માટો લંડન પહોંચ્યા હતા. તે જ સમયે બંને બસ સ્ટોપ પર એકબીજાનાં હાથમાં હાથ નાખીને જોવા મળ્યાં હતા. મીડિયા પર વિડિયો વાયરલ થયો હતો. સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાની પ્રથમ ફિલ્મ 1984માં મંજિલ મંજિલ આવી હતી.

કેટરિના કૈફ અને રણબીર કપૂર સ્પેનમાં બીચ પર બિકની પહેરીને રજાઓ ઉજવતા જોવા મળ્યા હતા. બંને ક્યારેક લંડનમાં તો ક્યારેક શ્રીલંકામાં અને ક્યારેક દુબઈમાં જોવા મળે છે. રણબીર કપૂર અને કેટરિના કૈફનાં ફોટા વિશ્વના ઘણા જુદા જુદા ખૂણામાંથી બહાર આવ્યા છે. અહેવાલો તો એવા હતા કે બંનેને એક સાથે ઋષિ કપૂર અને નીતુ કપૂર ખૂબ ગુસ્સે થયા હતા.

સલમાન ખાન અને ઐશ્વર્યાનો પ્રેમ બોલિવુડની મહાન પ્રેમ કથાઓમાંથી એક છે. સલમાન અને ઐશ્વર્યાની પ્રેમ કહાણી વર્ષ 1997માં શરૂ થઈ હતી. તે સમયે સલમાન ખાન સુપરસ્ટાર બન્યો હતો. અને ઐશ્વર્યાએ બોલીવૂડમાં નવી નવી એન્ટ્રી કરી હતી. બંનેએ તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી, પરંતુ જેવો જ આ ફોટો પ્રકાશમાં આવ્યો કે તરત જ કોરિડોરમાં છવાઈ ગઈ હતી.

શાહરૂખ ખાન એક ઓવો અભિનેતા છે કે જેમની અફેરની ચર્ચા ક્યારેય હિરોઈન સાથે નથી રહ્યાં પરંતુ પ્રિયંકા ચોપરા સાથે અનેક વખત નામ જોડવામાં આવ્યું હતું. બંને ઘણી ઇવેન્ટ્સ અને શોમાં એકસાથે જોવા મળ્યા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter