GSTV
Home » News » રણબીરના દિલ પર આજે પણ રાજ કરે છે દીપિકા-કેટરિના, આલિયાથી છુપાઇને….

રણબીરના દિલ પર આજે પણ રાજ કરે છે દીપિકા-કેટરિના, આલિયાથી છુપાઇને….

બોલીવુડ એક્ટર રણબીર કપૂરે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે ખુલાસો કર્યો છે કે તે ઇન્સ્ટાગ્રામ પર છુપાઇને દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ અને રણવીર સિંહને ફૉલો કરે છે.

જણાવી દઇએ કે રણબીર કપૂરનું ઇન્સ્ટાગ્રામ પર કોઇ ઑફિશિયલ એકાઉન્ટ નથી. પરંતુ તેમ છતાં તે દીપિકા અને કેટરિના સહિત અનેક સ્ટાર્સના એકાઉન્ટ પર નજર રાખે છે. એક ઇવેન્ટમાં રણવીરે ખુલાસો કર્યો કે તે ગુપચુપ રીતે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહને ફૉલો કરે છે.

રણબીર કપૂરનું ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર કોઇ ઑફિશિયલ એકાઉન્ટ નથી. આ જ રીતે કરીના કપૂરનું પણ કોઇ ઑફિશિયલ એકાઉન્ટ નથી. પરંતુ તેવી વાતો પણ ઉડી હતી કે બંને પોતાનું પ્રાઇવેટ એકાઉન્ટ ધરાવે છે.

સાથે જ અરબાઝ ખાનના ચેટ શૉમાં કેટરિના કૈફ પણ જણાવી ચુકી છે કે રણબીર કપૂરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. જ્યારે કેટરિના કૈફને પૂછવામાં આવ્યું કે શું તેની પાસે કોઇ બીજુ એકાઉન્ટ છે જેના દ્વારા તે બીજા સેલેબ્રીટીઝ પર નજર રાખી શકે છે. તેના જવાબમાં કેટરિના કૈફે કહ્યું હતું કે તેની પાસે તો નહી પરંતુ રણબીર કપૂર પાસે એવું એકાઉન્ટ છે અને રણબીરે જ તેને જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ કેવી રીતે ચાલે છે.

Read Also

Related posts

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur

Jio યુઝર્સ આનંંદો, કંપનીના આ નવા પ્લાનથી કરોડો લોકોને થશે ફાયદો

Bansari

અક્ષય કુમારના આ એક આઈડીયાને કોપી કરી સલમાન ખાન કરશે પોતાનું પ્રમોશન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!