મોખરાના અભિનેતા રણબીર કપૂરે કહ્યું હતું કે મારા પિતાની તબિયત ઝડપભેર સુધરી રહી છે. એ થોડા ચિંતિત છે. એ પૂછે છે કે હું પાછો ફરું ત્યારે મને ફિલ્મોમાં કામ તો મળશે ને ?
‘હાલ મારા પિતા થોડી ટેન્શનભરી ક્ષણો વ્યતીત કરી રહ્યા છે. દાયકાઓથી એ ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે. છેલ્લા થોડા મહિનાથી એ બોલિવૂડથી દૂર રહ્યા છે એટલે સ્વાભાવિક રીતેજ એમને એક પ્રકારની ચિંતા રહે છે કે હું સ્વદેશ પાછો ફરું ત્યારે મને કામ તો મળશે ને એવા સવાલો પૂછતા રહે છે’ એટલું બોલતાં બોલતાં રણબીરને ગળે ડૂમો ભરાઇ આવ્યો હતો.
તેણે ઉમેર્યું હતું કે મારા પિતા સતત ફિલ્મો વિશેજ સવાલો કરતાં હોય છે. એ તબીબી સારવાર હેઠળ હોવાથી રજૂ થતી બધી ફિલ્મો જોવાની એમને તક મળતી નથી. એટલે સતત પૂછે ફલાણી ફિલ્મ કેવી છે ? પેલી ફિલ્મનો બિઝનેસ કેવો રહ્યો વગેરે.
સારવાર માટે અમેરિકા જતાં પહેલાં રિશિ કપૂરે ઉમેશ શુક્લાની ફિલ્મ 102 નોટ આઉટ કરી હતી જેમાં પચીસ વર્ષના ગાળા બાદ રિશિએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું.
રિશિની સેકંડ ઇનિંગ કરણ જોહરની અગ્નિપથ ફિલ્મમાં કૂમળી કન્યાઓના દેહના સોદા કરતા પઠાણ તરીકેના રોલથી થઇ હતી. આ ફિલ્મ દ્વારા રિશિએ પહેલીવાર નેગેટિવ રોલ કર્યો હતો.
Read Also
- વિદ્યાર્થી આગેવાન હાર્દિક પ્રજાપતિની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, મે કોઈને ફોન કરીને નહોતા બોલાવ્યા
- ૩૦૦ વીઘાથી વધુના જમીન કૌભાંડ મામલે જયંતી કવાડિયાએ સોશિયલ મીડિયા મારફતે કર્યો ખુલાસો
- ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે 60 વર્ષીય નીના ગુપ્તાનો“ફ્રોકનાં શૉક”વાળો આ ફોટો
- ઝારખંડ વિધાનસભા ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન થયુ પુર્ણ, 20 સીટો પર 62.40 ટકા થયુ વોટિંગ
- દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ