GSTV

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Last Updated on July 28, 2021 by Pritesh Mehta

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા ઘણા દિવસથી બોલીવુડનું સૌથી હોટેસ્ટ કપલ બની ગયું છે. બંને ના લગ્નને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વર્ષના અંતમાં રણબીર આલિયા લગ્ન કરી શકે છે. કપૂર પરિવાર તેની તૈયારીઓ કરી ચૂક્યું છે. નવા ઘરનું રીનોવેશન કરવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ, આ બધા વચ્ચે આજે વાત કરીયે રણબીર કપૂરની લવ લાઈફ પર.

રણબીર

રણબીરની લવ લાઈફ

રણબીર કપૂર આલિયા પહેલા તેની જ બેસ્ટ ફ્રેન્ડ કેટરીના કૈફને ડેટ કરતો હતો. કેટરીના પહેલા તેની લાઈફમાં દીપિકા પાદુકોણ હતી. પરંતુ હવે એક રસપ્રદ વાત સામે આવી છે કે રણબીર કપૂરની લાઈફમાં સૌથી પહેલા એક યુવતી આવી હતી જે બાદમાં તેના જ એક બેસ્ટ ફ્રેન્ડ એક્ટરની પત્ની બની.

અવંતિકા મલિક હતી રણબીરની ગર્લફ્રેન્ડ

રણબીર કપૂરની લવ લાઈફમાં સૌથી પહેલા જે છોકરી આવી હતી તે હતી અવંતિકા. એક સમયે રણબીર કપૂર અવંતિકા મલિકને ડેટ કરતો હતો. અવંતિકા મલિકે બાદમાં આમિર ખાનના ભાણા અને અભિનેતા ઇમરાન ખાન સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, હવે ઇમરાન અને અવંતિકા પણ સાથે નથી. તેમણે 2019માં અલગ થઇ ગયા હતા.

અવંતિકાએ ઇમરાન ખાન સાથે કર્યા લગ્ન

રણબીર કપૂર અને ઇમરાન ખાન સારા મિત્રો છે. બંનેની ઉંમરમાં માત્ર એક વર્ષનું અંતર છે. જાણવા મળે છે કે રણબીર કપૂર અને અવંતિકા મલિક 5 વર્ષ સુધી રિલેશનશિપમાં આવ્યા હતા. જોકે, બાદમાં કોઈ કારણોએ બંને અલગ થઇ ગયા હતા. ત્યારબાદ અવંતિકાની લાઈફમાં ઇમરાન ખાન આવ્યો. અવંતિકા અને ઇમરાને 2011માં લગ્ન કર્યા હતા. બંનેની એક દીકરી પણ છે. જોકે, હવે અવંતિકા અને ઇમરાન અલગ અલગ રહે છે, બંનેના રસ્તા પણ જુદા થઇ ગયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!