GSTV

વાઇરલ વિડીયો / રણબીર કપૂરે આલિયા ભટ્ટના લહેંગા પર માર્યો પગ, લોકોએ કહ્યું- ગર્લફ્રેન્ડની કોઈ ઈજ્જત નથી

Last Updated on December 2, 2021 by Vishvesh Dave

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને તેમના સંબંધોને છુપાવતા નથી, પરંતુ ઇવેન્ટ્સમાં કપલ તરીકે પહોંચે છે. હવે તેમનો થોડા દિવસો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દિવાળી ફંક્શનનો છે. જેમાં રણબીર આલિયાનો લહેંગા તેના પગથી આગળ કરતો જોવા મળી રહ્યો છે. લોકો આ વીડિયો પર નેગેટિવ કોમેન્ટ આપી રહ્યા છે.

Ranbir Kapoor allegedly kicks Alia Bhatt's lehenga in a viral video

લોકોએ આલિયાની પસંદગીને ગણાવી ખરાબ

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આલિયાએ બ્લુ કલરનો લહેંગા પહેર્યો છે. તે લીડ કરી રહી છે અને રણબીર તેની પાછળ છે. જ્યારે રણબીરના પગ નીચે લહેંગા આવે છે, ત્યારે તે તેના પગથી તેને આગળ કરતો જોવા મળે છે. રણવીર આલિયાની આ વીડિયો ક્લિપ પર ઘણા ચાહકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, તે જે રીતે ડ્રેસ હટાવી રહ્યો છે તે દર્શાવે છે કે તે તેનું કેટલું સન્માન કરે છે. ખરાબ પસંદગી આલિયા.

રણબીરે નોહતા પહેર્યા શૂઝ

બીજી કોમેન્ટ છે, તે દર્શાવે છે કે તે તેનો કેટલો આદર કરે છે. રણબીરનો બચાવ કરતાં એક યુઝરે લખ્યું છે કે, મને લાગે છે કે તેણે આવું એટલા માટે કર્યું જેથી આલિયા ક્યાંક ન પડી જાય, કારણ કે રણબીરનો પગ લહેંગા પર પડવાનો જ હતો. તેણે વિચાર્યું પણ નહીં હોય કે તેને અનાદર ગણવામાં આવશે, તેણે ફૂટવેર પણ પહેર્યા નથી.

alia bhatt

આવતા વર્ષ સુધીમાં લગ્નના સમાચાર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા બે વર્ષથી ચાલી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, બંને ડિસેમ્બર 2022માં લગ્નના બંધનમાં બંધાશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા લાંબા સમયથી રણબીરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રાહ જોઈ રહી છે. અહેવાલો છે કે આ ફિલ્મ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.

ALSO READ

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!