GSTV

12 વર્ષના કરિયરમાં પહેલીવાર ડબલ રોલ કરશે રણબીર કપૂર, ‘શમશેરા’માં બનશે ડાકૂ

Last Updated on March 27, 2019 by Mayur Vora

મોખરાનો અભિનેતા રણબીર કપૂર યશ રાજની આગામી એક્શન થ્રીલર ફિલ્મ શમશેરામાં ડબલ રોલ કરવાનો હોવાની વાતો વહેતી થઇ હતી. જો કે યશ રાજે પોતે હજુ આ દિશામાં કોઇ ઔપચારિક જાહેરાત કરી નથી. આ ફિલ્મમાં રણબીરની સાથોસાથ સિનિયર અભિનેતા સંજય  દત્ત અને અભિનેત્રી વાણી કપૂર પણ ચમકવાનાં છે.

બ્રિટિશ રાજમાં પોતાને થયેલા અન્યાય સામે લડવા ડાકુ બની ગયેલા શમશેરાની આ વાત છે. કરણ મલ્હોત્રા એના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં રણબીર ડબલ રોલ કરી રહ્યો હોય એવું લાગે છે કારણ કે એ મુખ્ય પાત્ર ઉપરાંત એ પાત્રના પિતાનો રોલ પણ કરી રહ્યો છે અને બંને પાત્રોનું શૂટિંગ સાથોસાથ થઇ રહ્યું છે.

અભિનેતા તરીકેની બાર વર્ષની કારકિર્દીમાં રણબીર પહેલીવાર ડબલ રોલ કરી રહ્યો છે એવું જાણવા મળ્યું હતું.  અગાઉ રણબીરે યશ રાજની રૉકેટ સિંઘઃ સેલ્સમેન ઑફ ધી યર (2009) ફિલ્મ કરી હતી.શમશેરા 2020ના જુલાઇમાં રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.

રણબીરની ફિલ્મ શમશેરાના નામની સાથે સાથે તેની ટેગાલઇન પણ દમદાર છે. ફિલ્મની પંચલાઇન ફિલ્મની સ્ટોરી વિશે ઘણુંબધુ કહી જાય છે. યશરાજ ફિલ્મના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું ડાયરેક્શન કરણ મલ્હોત્રા કરશે અને પ્રોડક્શની જવાબદારી આદિત્ય ચોપરાના ખભા પર છે.

રણબીર કપૂર 9 વર્ષ બાદ યશરાજ બેનર સાથે જોડાવા જઇ રહ્યો છે. આ બેનર સાથે તેની છેલ્લી ફિલ્મ રોકેટ સિંહ-સેલ્સમેન ઑફ ધ યર હતી. આ અંગે રણબીર કપૂરે જણાવ્યું કે ફિલ્મ મેકર કરણ મલ્હોત્રા સંપૂર્ણ રીતે મને મારા કમ્ફર્ટ ઝોન માંથી બગાર લાવવા જઇ રહ્યા છે અને હું આ ચેલેન્જ માટે તૈયાર છુ.

અગિનપથ અને બ્રધર્સ જેવી ફિલ્મો બાદ શમશેરા કરણ મલ્હોત્રાની ત્રીજી ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે કરણની આ ફિલ્મોએ બોક્સઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. જો કે હવે જોવું રહ્યું કે રણબીર કપૂર સ્ટારર શમશેરા બૉક્સઑફિસ પર કેવો કમાલ કરી દેખાડે છે.

Read Also

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!