GSTV
Home » News » રણબીર કપૂરે ક્લિક કર્યો આલિયાનો જોરદાર ફોટો, માતા નીતૂ સિંહે કહ્યું કઇંક આવું…

રણબીર કપૂરે ક્લિક કર્યો આલિયાનો જોરદાર ફોટો, માતા નીતૂ સિંહે કહ્યું કઇંક આવું…

મુંબઇ:આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન પણ છે. ફિલ્મ કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે અને ડિરેક્શન અયાન મુખર્જીનું છે.

ફિલ્મના શૂટિંગની સાથે સાથે આ સ્ટારકાસ્ટ યૂરોપના અનેક ટૂરિસ્ટ લોકેશન્સ પર ફરી રહી છે અને મસ્તી કરી રહી છે. આલિયા પણ શૂટિંગ દરમિયાન પોતાના અમુક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાતો પણ ચાલી રહી છે, ત્યારે આલિયાએ રણબીરે ક્લિક કરેલો ફોટો શેર કરતાં આ અટકળોને ચોક્કસપણે વેગ મળશે. આલિયાનો બોયફ્રેન્ડ રણબીરે તેનો જોરદાર ફોટો ક્લિક કર્યો છે.

આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં આલિયાએ ડેનિમ જેકેટ પહેરેલી છે. તેણે ફોટોમાં કેપ્શનની સાથે રણબીર કપૂરને ક્રેડિટ પણ આપી છે.

આલિયાએ ફોટો શેર કર્યાની થોડી વાર પછી જ રણબીરની મમ્મી નીતૂ સિંહે કમેન્ટમાં લખ્યુ કે, રણબીર દ્વારા ક્લિક કરવામાં આવેલી શાનદાર તસવીર.

Related posts

વર્લ્ડ કપ પછી ભારતને ત્રીજો ઝટકો, ધવન-ભુવી પછી આ ખોલાડી પણ મેચની બહાર

Kaushik Bavishi

ગુજરાતના આ ધારાસભ્યએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

વડોદરાની પાનેલી કંપનીમાં સાત જેટલા કર્મચારીઓને આંખોની રોશની જતી રહી, ત્રણની હાલત ગંભીર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!