GSTV
Home » News » RK સ્ટુડિયોમાં અંતિમ વાર થઇ બાપ્પાની વિદાય, વિસર્જનમાં પહોંચ્યા ઋષિ-રણબીર

RK સ્ટુડિયોમાં અંતિમ વાર થઇ બાપ્પાની વિદાય, વિસર્જનમાં પહોંચ્યા ઋષિ-રણબીર

કપૂર ખાનદાન પાછલાં 70 વર્ષોથી આરકે સ્ટુડિયોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ આ વર્ષ કપૂર પરિવાર અને આરકે સ્ટુડિયો માટે ઐતિહાસિક સાબિત થયું. રવિવારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસંગે રિશી કપૂર અને રણબીર કપૂર ગણેશજીના આશીર્વાદ લેવા પહોંચ્યા. રણબીર છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની શૂટિંગમાં બલ્ગેરિયામાં વ્યસ્ત હતો અને આ કારણે એ ગણેશપૂજામાં શામેલ નહોતો થઈ શક્યો. જોકે, ગણપતિ વિસર્જન વખતે તે બલ્ગેરિયાથી ભારત આવી ગયો હતો અને વિસર્જનમાં શામેલ થયો હતો.

 

View this post on Instagram

 

[Another Picture] Ranbir Kapoor, Randhir Kapoor and Rajiv Kapoor at RK Studio #Ganpativisarjan ? #RanbirKapoor

A post shared by RANBIR KAPOOR ? (@ranbirs_girl) on

રાજ કપૂરના જમાનાથી આર.કે. સ્ટૂડિયોમાં કપૂરપરિવાર ઉત્સવો ઉજવતું આવ્યું છે. હવે જ્યારે રાજ કપૂર દ્વારા સ્થાપિત આ સ્ટુડિયો વેચવાનો નિર્ણય લેવાયો છે ત્યારે બની શકે કે આર.કે. સ્ટુડિયોમાં આ તેમનો છેલ્લો ગણેશોત્સવ હોય.

 

View this post on Instagram

 

A post shared by RANBIR KAPOOR ? (@ranbirs_girl) on

તાજેતરમાં જ કપૂર ભાઇએઓ સાથે મળીને આરકે સ્ટુડિયો વેચવાનો નિર્ણય લીધો છે. ગણેશ સ્થાપના પહેલાં રણધીર કપૂર અને રાજીવ કપૂર આરકે સ્ટુડિયો પહોંચ્યા હતાં. ઋષિ કપૂર દિકરા રણબીર કપૂર સાથે જોવા મળ્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by RANBIR KAPOOR ? (@ranbirs_girl) on

આ છેલ્લુ વર્ષ છે જ્યારે આરકે સ્ટુડિયોમાં ગણેશજીની સ્થાપના થઇ હતી. રણધીર, રાજીવ, ઋષિ અને રણબીર કપૂરે ગણેશજીની આરતી કરી હતી. આ દરમિયાન રણધીર કપૂર પોતાના આસું રોકી શક્યાં ન હતાં. આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં રણધીરે જણાવ્યું કે તેમનો પરિવાર ખૂબ જ દુખી છે.

 

View this post on Instagram

 

A post shared by RANBIR KAPOOR ? (@ranbirs_girl) on

રણધીરે કહ્યું કે, આજે અંતિમવાર સ્ટુડિયોમાં ગણેશ સ્થાપના થઇ છે. હું અને મારો પરિવાર ખૂબ જ દુખી છીએ. આગ લાગ્યાં બાદ અમે તેને વેચવાનો નિર્ણય લીધો છે. પરંતુ આરકે સ્ટુડિયો સાથે જોડાયેલી યાદોને ભૂંસી નાખવી અમારા માટે મુશ્કેલ હશે.

રણધીર કપૂર જ નહી આરકે સ્ટુડિયોમાં કામ કરતાં તમામ કર્મચારીની આંખો પણ છલકાઇ આવી. કપૂર પરિવાર ઇચ્છે છે કે આ વર્ષની ગણેશ ચતુર્થી તેમના માટે ખાસ હોય. પૂજા દરમિયાનની કેટલીક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં હતાં.

Related posts

શું તમે સંપૂર્ણ ઉંઘ નથી લેતા, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બિમારી

pratik shah

નવા નાણાકીય વર્ષથી બદલાઈ જશે ટેક્સ સાથે જોડાયેલાં 4 નિયમો, જાણો તમારી ઉપર શું થશે અસર?

Mansi Patel

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!