લગ્ન પહેલા અંબાણીના પુત્રની બેચલર પાર્ટીની પ્લાનિંગ LEAK, આ સ્ટાર લેશે ભાગ

દેશના ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશાના શાહી લગ્ન થયા બાદ હવે દીકરા આકાશના લગ્નની તૈયારીઓ થઇ રહી છે. ગયા વર્ષે (2018) જૂનમાં આકાશ અને શ્લોકા મહેતાની સગાઈ થઇ હતી. આ કાર્યક્રમ તેમના મુંબઈના એન્ટિલિયા બંગલામાં યોજાયો હતો. સમાચાર છે કે લગ્ન પહેલા આકાશ સ્વિત્ઝરલેન્ડમાં બેચલર પાર્ટી કરવા જઇ રહ્યો છે. જેના માટે કરણ જૌહર અને રણબીર કપૂર પણ જશે.

આકાશ અંબાણી પોતાની અંતિમ બેચલર પાર્ટી કરી રહ્યાં છે, જે સ્વિત્ઝરલેન્ડના સેટ મોરિટ્જમાં થશે. અહેવાલ છે કે આ પાર્ટીમાં અમૂક મોટી-મોટી હસ્તિઓ પણ પહોંચશે. આ સેલિબ્રેશન 23 થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહત્વનું છે કે, રણબીર કપૂર આકાશના ખૂબ જ નજીકના દોસ્ત છે અને તેઓ આ પાર્ટીમાં જોવા મળશે. તો સિંગલ કરણ જૌહર પણ આ બેચલર પાર્ટીનો ભાગ બનશે.

આકાશના લગ્નને લઇને અટકળો લગાવાઈ રહી છે કે તેમના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહેવાલ છે કે આકાશની ફિયાન્સ પણ અમૂક વખત મુંબઈમાં શૉપિંગ કરતા સ્પૉટ થઇ છે. ઉલ્લેખનીય છે કે હજી સુધી બંનેના લગ્નની તારીખ પણ સામે આવી નથી. આ અગાઉ મુકેશે દીકરી ઈશાના લગ્ન પીરામલ સાથે ખૂબ જ આલીશાન પદ્ધતિથી કર્યા હતાં.

ગયા વર્ષે 12 ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતાં. જેમાં દેશની નામી રાજકીય અને ફિલ્મી હસ્તિઓની સાથે-સાથે મોટા-મોટા બિઝનેસમેન અને ઉદ્યમીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ લગ્નમાં અંદાજે એક હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં. મહત્વનું છે કે લગ્ન પહેલા ખૂબ જ શાનદાર કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં અંબાણી પરિવારે ડાન્સ પરફોમન્સ આપ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે ઈશાના લગ્ન પહેલા અંબાણી પરિવારે એક અન્ન સેવા પણ ચલાવી હતી. જેમાં લોકોને ચાર દિવસ સુધી ફ્રીમાં બે ટાઈમ ખાવાનુ ખવડાવ્યું હતું. આ દરમ્યાન મુકેશ પોતાની પત્ની નીતા અને દીકરી ઈશાની સાથે લોકોને ખવડાવતા જોવા મળ્યા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter