GSTV
Home » News » બોલિવૂડના જૂના લવ બર્ડની જોડી ફરી જોવા મળશે રૂપેરી પડદે

બોલિવૂડના જૂના લવ બર્ડની જોડી ફરી જોવા મળશે રૂપેરી પડદે

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ રૂપેરી પડદે ફરી સાથે કામ કરવાના છે. રણબીર લવ રંજન સાથે ફેબ્રુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહ્યો છે. દીપિકા પણ જલદી જ શૂટિંગ શરૂ કરશે. ”આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હશે, બન્ને એકટર્સે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકને શૂટિંગ માટેની તારીખો પણ ફાળવી દીધી છે.

તેમની સાથેની આ ચોથી ફિલ્મ બનશે.

તેમની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ પડતી હોવાથી બોલીવૂડના માંધાતાઓ તેમને સાથે લેવા માટે ઉત્સુક હોય છે. ભૂતકાળમાં આ જોડીએ ‘બચના ઓ હસીનો, યહ જવાની હૈ દીવાની અને તમાશા’માં કામ કર્યું છે,” તેમ સૂત્રે જણાવ્યું હતું.

અજય દેવગણ પણ આ ફિલ્મનો હિસ્સો હતો, પરંતુ છેલ્લા રિપોર્ટ પ્રમાણે અજયે આ ફિલ્મ છોડી દીધી છે. પહેલા એવી પણ વાત હતી કે, દિગ્દર્શક લવ રંજનનું નામ ‘મી ટુ’ વિવાદમાં જોડાયું હોવાથી દીપિકા આ ફિલ્મનો હિસ્સો બનવા રાજી નહોતી.

Read Also

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!