રણવીર અને આલિયા ભટ્ટ થોડા દિવસ પહેલા યુરોપ ટ્રિપ પર ગયા હતા. તેના પછી એ અંદાજો લગાવવામાં આવે છે કે કપલ લગ્ન માટે જગ્યા શોધવા ગયા અને બંને ઈટાલીના લેક કોમોમાં સીક્રેટ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે. હવે અભિનેત્રી આલિયાએ આ વાત પર રિએક્શન આપ્યું છે.
આલિયાએ ઈન્ટવ્યૂમાં હસતાં હસતાં કહ્યું કે, કંઈ પણ. આ બધું બકવાસ છે. આ માત્ર રજાઓ હતી. લોકો એ જ કહેશે જે તેમને કહેવું છે. આલિયાની મા સોની રાઝદાને પણ આ બાબત પર રિએક્શન આપ્યું છે. સોનીએ કહ્યું કે, તે સંપૂર્ણ રીતે નિર્ભય છે. જણાવીએ કે આલિયા અને રણવીરના સંબંધના સમાચાર વારંવાર હેડલાઈન્સમાં જોવા મળે છે.
બંને ઘણી વાર સાથે જોવા મળે છે. એક એવોર્ડ ફંક્શનમાં આલિયાએ રણવીર કપૂરને આઈ લવ યુ પણ કહ્યું હતું. બંનેની કેમિસ્ટ્રી જોરદાર છે. આલિયા અને રણવીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. બંને પહેલી વખત સ્ક્રીન પર સાથે જોવા મળશે. ફિલ્મનો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્ત્વની ભૂમિકામાં છે. બ્રહ્માસ્ત્ર આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે. જ્યારે આલિયા છેલ્લે ફિલ્મ કલંકમાં દેખાઈ હતી. આ મૂવીને બોક્સઓફિ્સ પર જોઈએ તેવો રિસ્પોન્સ ના મળ્યો અને ફિલ્મ ફ્લોપ ગઈ. તે ઉપરાંત પણ આલિયા ફિલ્મ ગલી બોયમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં આલિયાની એક્ટિંગને લોકોએ પસંદ કરી હતી.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ