GSTV

રણબીર-આલિયાના લગ્નને લઇને ઋષિ કપૂરે લીધો મોટો નિર્ણય,આ મહિને જ વાગશે શરણાઇ

Ranbir Kapoor and Alia Bhatt

નીતૂ કપૂરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સ્પષ્ટતા થાય છે કે ઋષિ કપૂર જલ્દી ભારત પરત ફરશે. આ લેટેસ્ટ રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સેલેબ્રિટી જોડી લગ્નના બંધનમાં બંધાઇ જશે.

relationship with Ranbir Kapoor and Alia Bhatt

કહેવામાં આવી રહ્યું છે રણબીર અને આલિયાના પરિવારજનો ટૂંક સમયમાં પંડિતની મુલાકાત કરવા જઇ રહ્યાં છે જેથી તેમના લગ્નની તારીખ ફાઇનલ કરી શકાય. રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે માર્ચના અંત સુધીમાં ઋષિ કપૂર ભારત પરત ફરશે અને તે બાદ એપ્રિલ મહિનામાં તેઓ પંડિત સાથે મીટીંગ કરશે.

Alia Bhatt relationship

રણબીરના લગ્ન ઋષિ કપૂરની પ્રાથમિકતા છે. એક અહેવાલ અનુસાર કપૂર પરિવાર ઇચ્છે છે કે બંને જલ્દી લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ જાય. તેના કારણે રણબીર અને આલિયા ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે બંને પરિવારો એપ્રિલ મહિનામાં લગ્નની તારીખ કઢાવશે. રણબીર કપૂર અને આલિયાના લગ્ન આ વર્ષના અંત સુધીમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

રણબીર-આલિયાના રિલેશનશીપને તેના પરિવાર તરફથી પણ મંજૂરી મળી ગઇ છે. બંને પરિવારો વચ્ચેનો મનમેળાપ અવારનવાર જોવા મળે છે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પ્રીવેડિંગ માટે રણબીર-આલિયા સાથે સ્વિત્ઝરલેન્ડ ગયાં હતાં. અહીં કરણ જોહરે આલિયાને રણબીર સાથે જલ્દી લગ્ન કરવાની સલાહ આપી હતી.

Read Also

Related posts

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada

નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો VIDEO

Mansi Patel

2GBની જગ્યાએ રોજ 4GB ડેટા, Vi ડબલ ડેટા પ્લાન્સમાં મેળવો 336GB સુધીનો ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!