આલિયા અને રણબીર લગ્ન બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન રણબીર આલિયાનું સંપૂર્ણ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો, જ્યારે આલિયાએ તેના બેબી બમ્પને ખૂબ ફ્લોન્ટ કર્યો હતો.

પ્રસંગ હતો બ્રહ્માસ્ત્રના નવા ગીતને લોન્ચ કરવાનો. તો રણબીર અને આલિયા આ માટે સાથે દેખાયા અને મીડિયા સામે ખુલ્લેઆમ તેમની બોન્ડિંગ બતાવી. જે ક્ષણની સૌ રાહ જોઈ રહ્યા હતા તે પણ આ દરમિયાન કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ તસવીરોમાં આલિયાનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

અત્યાર સુધી આલિયા દરેક પ્રસંગે લૂઝ ડ્રેસમાં બેબી બમ્પ છુપાવતી જોવા મળતી હતી, પરંતુ આજે આલિયા ટાઈટ ફિટિંગ વન પીસ ઑફ શોલ્ડર ડ્રેસમાં ઘણી સ્ટાઈલમાં જોવા મળી હતી, જ્યારે રણબીર કપૂર બ્લેક પેન્ટ અને ટી-શર્ટમાં ખૂબ જ સુંદર લાગતો હતો. ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી આ બંને સાથે જોવા મળ્યા હતા, જે તેમના ખૂબ સારા મિત્ર પણ છે.

આ દરમિયાન રણબીર પણ આલિયાને સંભાળતો જોવા મળ્યો હતો. હાઈ હીલ્સ પહેરીને આલિયાએ રણબીર સાથે રોમેન્ટિક પોઝ આપ્યા હતા, જે બાદ આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આલિયા ભટ્ટે જૂનમાં જ પોતાની પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી હતી. તે સમયે તે યુરોપમાં હતી ત્યારે રણબીર પણ તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. પરંતુ હવે તે પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે પૂરો સમય આપી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર, ગીત રિલીઝ થઈ ગયું છે.

આલિયા અને રણબીરની બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ખૂબ જ ખાસ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિન્દી સિનેમાના ઈતિહાસમાં આજ સુધી આવી કોઈ ફિલ્મ બની નથી. આ ફિલ્મ 500 કરોડમાં બની છે.
READ ALSO:
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી