રણબીર-આલિયા કરવા જઇ રહ્યા છે સગાઇ, નીતૂ કપૂરે ફિક્સ કરી આ ડેટ

ગત વર્ષે બોલીવુડમાં દીપિકાથી લઇને પ્રિયંકા સુધી અનેક સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાઇ ગયાં. વર્ષના અંતમાં દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ તથા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ફેરીટેલ વેડિંગ કર્યા. ત્યાં સોનમ કપૂર અને આનંદ આહુજા પણ પોતની મેરિડ લાઇફ એન્જોય કરી રહ્યાં છે. તેવામાં ફેન્સ હવે બોલીવુડના આગામી રૉયલ વેડિંગ માટે મીટ માંડીને બેઠા છે. કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં લગ્ન ગ્રંથીમાં જોડાઇ જશે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ બોલીવુડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ બંને સ્ટાર્સ આ વર્ષે જૂન મહિનામાં સગાઇ કરશે. બંને સ્ટાર્સ પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રીલીઝ બાદ લગ્ન કરી લેશે તેની ખબરો પણ મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેટ નીતૂ કપૂરે ફિક્સ કરી છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજાના પરિવારમાં પણ હળીમળી ગયાં છે. રણબીરની માતા નીતૂ કપૂર અવારનવાર આલિયા ભટ્ટ સાથે સોશિયલમીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના રિલેશનશીપને એક્સેપ્ટ કરી ચુક્યા છે. બંનેના પરિવારજનો પણ આ કપલના રિલેશનશીપને મંજૂરી આપી ચુક્યા છે. આ ઉપરાંત હવે આલિયા ભટ્ટ લગ્ન પહેલાં જ રણબીર કપૂરના પરિવારનો હિસ્સો બની ગઇ છે. રણબીર-આલિયા આશરે એક વર્ષથી રિલેશનશીપમાં છે અને ફેન્સ ટૂંક સમયમાં તેમને પતિ-પત્નીના રૂપમાં જોવા માગે છે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ મહેશ ભટ્ટે પણ આલિયા અને રણબીર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની વાત પર મહોર લગાવી હતી. તેમણે રણબીરને સારો યુવક ગણાવતાં કહ્યું હતું કે તેમની દિકરી આલિયા અને કપૂર ખાનદાનના લાડલાનું ભવિષ્ય શું હશે તે તે બંને જ નક્કી કરશે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ આલિયા ન્યૂયોર્કમાં હતી અને રણબીરના પરિવાર સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરીને સ્વદેશ પરત ફરી છે. આલિયા બાલ પોતાની અપકમિંગ ફિલ્મ ગલી બૉયના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter