GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Viral: રણબીર-આલિયાની પ્રાઇવેટ ડેટ, ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઇન ડે

પાછલા ઘણાં સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક સાથે સમય પસાર કરી રહ્યાં છે. ફેન્સને ઘણી ઉત્સુકતા હતી કે આ કપલ વેલેન્ટાઇન ડે કેવી રીતે સેલિબ્રેટ કરશે. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે રણબીર અને આલિયાએ પ્રાઇવેટ ડિનર એન્જોય કર્યુ. બંને હાલ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રનાં શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ તેઓ આ ખાસ અવસર માટે એકબીજા માટે સમય કાઢી લીધો.

રણબીરના પર્સનલ શેફે આ કપલના પ્રાઇવેટ ડિનરનો ફોટો શેર કર્યો છે. આ તસવીર સાથે શેફે જણાવ્યું કે આ કપલે વેલેન્ટાઇન્સ ડે પર ખાસ મિલમાં શું લીધું. સાથે જ તેમણે બધાને વેલેન્ટાઇન ડે વિશ પણ કર્યુ હતું.

આ વચ્ચે જણાવી દઇએ કે રણબીર કપૂર અને યંગ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ પોતાના રિલેશનશીપ કરતાં અવારનવાર થતી ખટપટના લીધે વધુ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને સ્પષ્ટ લાગી રહ્યું છે કે રણબીર અને આલિયા વચ્ચે બધુ બરાબર નથી.

આ વીડિયોમાં જોઇ શકાય છે રણબીર અને આલિયા એકબીજા સાથે ગુસ્સામાં વાત કરી રહ્યાં છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે બંને જાહેરમાં ઝગડતાં જોવા મળ્યાં હતા. અગાઉ પણ એવા ઘણાં વીડિયો વાયરલ થયાં હતાં જેમાં બંને વચ્ચેનો ખટરાગ જાહેર થયો હોય.

ડાયરેક્ટર ઝોયા અખ્તરે ગઇ કાલે રાતે ફિલ્મ ગલી બૉયની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખી હતી. જેમાં આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂર હાજર રહ્યો હતો. આ દરમિયાનનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કારમાં બેઠા છે અને એકબીજા સાથે દલીલ કરી રહ્યાં છે.

આ દરમિયાન આલિયા ખૂબ જ એપસેટ લાગી રહી છે. આ વીડિયોને જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. અગાઉ પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એરપોર્ટ પર તેઓ એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ કરતાં જોવા મળ્યાં હતા. આ દરમિયાન પણ આલિયા પરેશાન લાગી રહી હતી.

Read Also

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!