GSTV
Bollywood Entertainment Trending

Video : આલિયાની આવી હરકત પર લાલપીળો થયો રણબીર, જાહેરમાં જ કરવા લાગ્યાં ખટપટ

બોલીવુડના હેન્ડસમહંક રણબીર કપૂર અને યંગ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ પોતાના રિલેશનશીપ કરતાં અવારનવાર થતી ખટપટના લીધે વધુ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને સ્પષ્ટ લાગી રહ્યું છે કે રણબીર અને આલિયા વચ્ચે બધુ બરાબર નથી.

આ વીડિયોમાં જોઇ શકાય છે રણબીર અને આલિયા એકબીજા સાથે ગુસ્સામાં વાત કરી રહ્યાં છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે બંને જાહેરમાં ઝગડતાં જોવા મળ્યાં હતા. અગાઉ પણ એવા ઘણાં વીડિયો વાયરલ થયાં હતાં જેમાં બંને વચ્ચેનો ખટરાગ જાહેર થયો હોય.

ડાયરેક્ટર ઝોયા અખ્તરે ગઇ કાલે રાતે ફિલ્મ ગલી બૉયની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખી હતી. જેમાં આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂર હાજર રહ્યો હતો. આ દરમિયાનનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કારમાં બેઠા છે અને એકબીજા સાથે દલીલ કરી રહ્યાં છે.

આ દરમિયાન આલિયા ખૂબ જ એપસેટ લાગી રહી છે. આ વીડિયોને જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. અગાઉ પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એરપોર્ટ પર તેઓ એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ કરતાં જોવા મળ્યાં હતા. આ દરમિયાન પણ આલિયા પરેશાન લાગી રહી હતી.

Read Also

Related posts

ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર

Binas Saiyed

SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ

Damini Patel

Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી

Binas Saiyed
GSTV