લગ્ન પહેલાં જ રણબીર કપૂરના પરિવારનો હિસ્સો બની ગઇ આલિયા ભટ્ટ, શું જલ્દી બનશે મિસિઝ કપૂર?

એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના રિલેશનશીપને એક્સેપ્ટ કરી ચુક્યા છે. બંનેના પરિવારજનો પણ આ કપલના રિલેશનશીપને મંજૂરી આપી ચુક્યા છે. આ ઉપરાંત હવે આલિયા ભટ્ટ લગ્ન પહેલાં જ રણબીર કપૂરના પરિવારનો હિસ્સો બની ગઇ છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, રણબીર કપૂરે તાજેતરમાં જ આલિયા ભટ્ટ સાથેના પોતાના સંબંધોને આગળ વધારતાં પોતાના પરિવારના સોશિયલ ગ્રુપમાં એડ કરી છે. આ ગ્રુપમાં ઋષિ કપૂર, નીતુ કપૂર અને રિદ્ધીમા કપૂર સહાની પણ છે. રણબીરનું આ પગલું આલિયા અને તેના મજબૂત થતાં સંબંધો તરફ સંકેત આપે છે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ મહેશ ભટ્ટે પણ આલિયા અને રણબીર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની વાત પર મહોર લગાવી હતી. તેમણે રણબીરને સારો યુવક ગણાવતાં કહ્યું હતું કે તેમની દિકરી આલિયા અને કપૂર ખાનદાનના લાડલાનું ભવિષ્ય શું હશે તે તે બંને જ નક્કી કરશે.

સાથે સેલિબ્રેટ કરશે ક્રિસમસ અને ન્યૂયર

આ વચ્ચે તેવી પણ ખબરો મળી રહી છે કે રણબીર અને આલિયા એકસાથે જ ક્રિસમસ અને ન્યૂયર સેલિબ્રેટ કરશે. તેના માટે તેઓ ન્યૂયોરક્ જશે જ્યાં ઋષિ કપૂર સારવાર કરાવી રહ્યાં છે. નીતૂ કપૂર પણ તેમની સાથે જ છે.


જણાવી દઇએ કે રણબીર-આલિયા આશરે એક વર્ષથી રિલેશનશીપમાં છે અને ફેન્સ ટૂંક સમયમાં તેમને પતિ-પત્નીના રૂપમાં જોવા માગે છે. તેઓ રિલેશનશીપમાં છે તે વાત ત્યારે બહાર આવી જ્યારે તેઓ બલ્ગેરિયામાં તેમની પકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યાં હતી. તે બાદ રણબીર-આલિયાના ડેટિંગની ખબરો બીટાઉન અને ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

તાજેતરમાં જ રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યુ હતું કે તે અને આલિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ ઉપરાંત આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે પણ તાજેતરમાં જ તે વાતનો સ્વીકાર કરતાં કહ્યું કે, બિલકુલ રણબીર-આલિયા પ્રેમમાં છે અને આટલી વાત સમજવા માટે કોઇએ બુદ્ધીજીવી હોવાની જરૂર નથી. હું રણબીરને પસંદ કરૂ છુ. તે એક મજાનો છોકરો છો. તેઓ આ રિલેશનશીપને શું અંજામ આપે છે તે તેમણે જોવાનું છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter