GSTV
Home » News » ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી લીક થઈ તસ્વીરો, સ્ટંટ કરતા જોવા મળ્યા રણવીર-આલિયા

‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી લીક થઈ તસ્વીરો, સ્ટંટ કરતા જોવા મળ્યા રણવીર-આલિયા

બોલીવુડ એક્ટર રણવીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના સેટ પરથી હાલમાં જ બન્નેની અમુક તસ્વીરો લીક થઈ છે.

આ તસ્વીરો જ્યાં લેવામાં આવી છે ત્યાં અજવાળુ ઓછું છે અને બન્ને દોરીના સહારે સાવધાન થઈને ઉભા છે.

તસ્વીર જોઈને ચોખ્ખુ જણાઈ રહ્યું છે કે આ એક સ્ટંટ સીન છે. તસ્વીરમાં આલિયા અને રણબીર બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

થોડા દીવસો અગાઉ આલિયાને ઇજા થઈ હોવાની ખબર સાંભળવા મળી હતી.

પરંતુ હવે આલિયા સ્વસ્થ છે અને પોતાના કામ પર પરત ફરી ગઈ છે. બન્નેની અમુક તસ્વીરો પણ સામે આવી હતી જેમાં રણબીર અને આલિયા ક્લિનિકની બહાર નિકળતા જોવા મળી રહ્યા હતા.

પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો રણબીર અને આલિયા હાલમાં હાલમાં પોતાના રિલેશનને લઈને ખૂબ ચર્ચામાં છે.

થોડા સમય પહેલા એવી પણ ચર્ચા સાંભળવા મળી હતી કે બન્ને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.
જોકે બન્નેમાંથી એક પણએ કોઈ પણ રિલેશનને લઈને કોઈ ઓફિશિયલ નિવેદન નથી આપ્યું

થોડા દિવસો અગાઉ પણ આ બન્નેની તસ્વીરો ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પરથી વાયરલ થઈ હતી. તસ્વીર ફેન પેજથી શેર કરવામાં આવી છે. આ તસ્વીરમાં આલિયા અને રણબીર કપુર સાથે બેઠેલા જોવા મળી રહ્યા હતા.

આલિયા તસ્વીરમાં દુઃખી જોવા મળી રહી હતી અને રણવીર સિંહ પોતાના ફોનમાં વ્યસ્ત હતો. તસ્વીર જોઈને એવુ લાગી રહ્યું હતું કે તે બન્ને વચ્ચે ઝગડો થયો છે અથવા તો બીજી કોઈ વાતના કારણે આલિયા રણબીરથી નારાજ છે. એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે રણબીર કપુર ફોનમાં વ્યસ્ત છે માટે આલિયા તેનાથી નારાજ છે.

Read Also 

Related posts

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!