GSTV
Home » News » ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ કોવિંદ, રણબીર-આલિયા સાથે કરી મુલાકાત

‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ કોવિંદ, રણબીર-આલિયા સાથે કરી મુલાકાત

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ માટે યુરોપિયન દેશોની યાત્રા પર છે. તાજેતરમાં જ તેઓ બલ્ગેરિયાની રાજધાની સોફિયા પહોંચ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટની મુલાકાત લીધી હતી. તેમની સાથે બલ્ગેરિયાના પ્રેસિડેન્ટ રુમેન રાદેવ પણ હતા.

બ્રહ્માસ્ત્રનું શુટિંગ બલ્ગેરિયાના સોફિયામાં ચાલી રહ્યું છે. આ કારણે બંને દેશોના રાષ્ટ્રપતિ ફિલ્મના સેટ પર પહોંચ્યા હતા. ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે થયેલી મુલાકાતની તસવીરો રાષ્ટ્રપતિ કોવિંદે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બંને રાષ્ટ્રપતિઓએ ઇન્ડો-બલ્ગેરિયા ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત કરી હતી. બંને દેશાના સિનેમા અને સાંસ્કૃતિક જોડાણ અંગે ચર્ચા કરવામાં આવી. તસવીરોમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી પણ જોવા મળી રહ્યાં છે. રામનાથ કોવિંદ સાથે તેમના પત્ની પણ હાજર રહ્યાં હતાં.

આ અવસરે રણબીર અને આલિયાએ બંને દેશોના રાષ્ટ્રપતિઓ સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્ર એક રોમેન્ટિક સુરરનેચરલ થ્રિલર મુવી છે. આ ફિલ્મ આગામી વર્ષે સ્વતંત્રતા દિને રિલિઝ થશે. ફિલ્મમાં એક્ટ્રેસ મૌની રૉય પણ મુખ્ય ભુમિકામાં છે.

છેલ્લા થોડા સમયથી આલિયા અને ટોચના અભિનેતા રણબીર કપૂર વચ્ચે અફેર ચાલી રહ્યો હોવાની વાતો બોલિવૂડની કૉકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી અને બંનેનાં માતા પિતા પણ આ સંબંધને સ્વીકારતા હોવાના અહેવાલો પણ પ્રગટ થયા હતા.

આલિયા હાલ કરણ જોહરની બ્રહ્માસ્ત્ર અને કલંક ફિલ્મ કરી રહી છે. બ્રહ્માસ્ત્રમાં એની સાથે રણબીર કપૂર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચમકી રહ્યા છે. કલંકમાં વરુણ ધવન સાથે એ ચમકી રહી છે.

ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટસ અનુસાર બ્રહ્માસ્ત્રની શુટિંગ બાદ આલિયા અને રણબીરના પેરેન્ટ્સ એકબીજાને મળશે અને તેમના લગ્ન અંગે વાતચીત કરશે. તેના પરથી લાગી રહ્યું છે કે રણબીર અને આલિયા પોતાના આ રિલેશનશીપને એક અલગ જ લેવલ પર લઇ જવા માંગે છે.

Related posts

તીડના આતંકને નાથવા માટે રાજસ્થાનની ટીમ પણ જોડાય, ભગાવવા માટે ઢોલ-થાળીનો ઉપયોગ કરવા સૂચન

Mayur

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

‘જ્ઞાન વેચવાથી કંઈ ફાયદો નહીં થાય’ કહી બોલિવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને એક્ટરે Twitterને અલવિદા કહી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!