GSTV
Home » News » દીપિકા-રણવીરને જેમ રણબીર-આલિયા પણ લેશે લેક કોમોમાં સાત ફેરા

દીપિકા-રણવીરને જેમ રણબીર-આલિયા પણ લેશે લેક કોમોમાં સાત ફેરા

ટોચની કલાકાર જોડી રણબીર કપૂર અને એની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ મંગળવારે વિદેશમાં વેકેશન ગાળવા રવાના થયાં હતાં. આમ તો બંનેની એક કરતાં વધુ ફિલ્મોનાં શૂટિંગ ચાલી રહ્યાં છે અને બંને બીઝી કલાકાર છે.

પરંતુ દર વરસે ઉનાળામાં બોલિવૂડના મોટા ભાગના કલાકારો વિદેશમાં વેકેશન ગાળવા પહોંચી જતાં હોય છે. આ વખતે આલિયા અને રણબીર રવાના થયાં હતાં. રણબીરે પોતાની અન્ય ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણે રણવીર સિંઘ સાથે લગ્ન કર્યાં એ સ્થળે લેક કોમોમાં વેકેશન ગાળવા જવાનો નિર્ણય કર્યો હતો. 

રિપોર્ટ અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપૂર અને ભટ્ટ પરિવાર મળીને તેમના લગ્ન નક્કી કરવા માટે ટૂંક સમયમાં મળશે. લેક કોમો બોલીવુડ સ્ટાર્સમાં ફેવરેટ વેડિંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે અને હવે તેવી પણ ચર્ચા થઇ રહી છે કે રણબીર અને આલિયા દીપિકા-રણવીરની જેમ લેક કોમોમાં સાત ફેરા લઇ શકે છે.

relationship with Ranbir Kapoor and Alia Bhatt

રણબીર હાલ યશ રાજની શમશેરા ફિલ્મ કરી રહ્યો છે. સાથોસાથ એ કરણ જોહરની બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે જેમાં એની સાથે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ બંને ચમકી રહ્યાં છે. વચ્ચે વચ્ચે આ બંને અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલા રિશિ કપૂરને મળવા પહોંચી જાય છે.

Read Also

Related posts

જામનગરમાં નર્સિંગ સ્ટાફે સરકાર સામે કર્યા ઉગ્ર દેખાવો, આપી આ ચીમકી

Nilesh Jethva

કુંભ મેળામાં આતંકી હુમલાનો પ્રયત્ન: તમામ આરોપીઓને 27 જુલાઇએ કોર્ટમાં રજુ થવાનો આદેશ

Riyaz Parmar

અંબાજીના ગબ્બરમાં રસ્તો બંધ કરાતા ચૂંદડીવાળા માતાજીનો કરાયો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!