GSTV

રણબીર અને આલિયા વચ્ચે શું છે સંબંધો? બહેન રિદ્ધિમા કપૂરે કર્યો ખુલાસો

રણબીર

Last Updated on August 18, 2020 by Arohi

બોલિવૂડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી સૌથી ચર્ચિત જોડી પૈકીની એક છે. હેન્ડસમ હીરો તરીકે લોકપ્રિય બનેલો રણબીર લગભગ દરેક પ્રસંગમાં આલિયાની સાથે જ જોવા મળે છે. 2019થી બંને એકબીજા સાથે ડેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. બંને આ રિલેશનશિપને કબૂલી પણ ચૂક્યા છે. કપૂર ખાનદાનના તમામ પ્રસંગમાં આલિયા ભટ્ટ જોવા મળે છે.

એપ્રિલ મહિનામાં રણબીરના પિતા અને ખ્યાતનામ એક્ટર રિશી કપૂરનું નિધન થયું ત્યારે પણ આલિયા ભટ્ટ સતત સાથે જ રહી હતી તો તાજેતરમાં રક્ષાબંધનના દિવસે કપૂર પરિવાર એકત્રિત થયો ત્યારે પરિવારના સમૂહ ફોટોમાં પણ આલિયા ભટ્ટ જોવા મળી હતી.

આલિયા અને રણબીરના સંબંધો વિશે પરિવારની પ્રતિક્રિયા

આલિયા અને રણબીરના સંબંધો વિશે પરિવારની પ્રતિક્રિયા આવતી રહે છે. તાજેતરમાં જ રણબીરની બહેન રિદ્ધિમા કપૂરે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે રણબીર અને આલિયા વિશે તે શું વિચારે છે.

રણબીર

મારો ભાઈ ખુશ છે તો હું ખુશ છું

રિદ્ધિમાએ કહ્યું કે આમ તો બનતું જ રહે છે. તેમને જ પૂછો, હું આ અંગે શું કહી શકું. મારો ભાઈ ખુશ છે તો હું ખુશ છું. અને હું ખરેખર મારા ભાઈ અંગે ખૂબ ખુશ છું. આલિયા ભટ્ટ અને રણબીરનો પરિવાર ઘણો નજીક છે. તેથી જ આલિયાની તમામ પોસ્ટ પર રણબીરની માતા નીતૂ કપુર કમેન્ટ કરતી રહે છે. લોકડાઉન વખતે તો રણબીરે આલિયાના વાળ પણ કાપી આપ્યા હતા.

Read Also

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!