GSTV
Home » News » કાઠીયાવાડી રિટાયર્ડ આર્મીમેને ત્રાડ પાડી: મને ફરીથી જોઈન કરો, મારે આતંકવાદીનાં ભુક્કા બોલાવવા છે

કાઠીયાવાડી રિટાયર્ડ આર્મીમેને ત્રાડ પાડી: મને ફરીથી જોઈન કરો, મારે આતંકવાદીનાં ભુક્કા બોલાવવા છે

ARMY MAIN

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આર્મીમાંથી રિટાયર્ડ થયેલા સૈનિકોએ પણ ફરી આર્મી જોઇન કરી આતંકીઓને પાઠ ભણાવવાની તત્પરતા દાખવી છે. સુત્રાપાડામાં ઇન્ચાર્જ ટીડીઓ તરીકે ફરજ બજાવતા રાણા ઓડેદરાએ તેની પૂર્વ રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસરને પત્ર લખી 6 મહિના માટે ફરી તેને આર્મીમાં સેવા આપવા દેવામાં આવે તેવી માંગ કરી છે.

રાણા ઓડેદરાએ પત્રમાં જણાવ્યું કે તે કેટલાક સ્થાપિત હિતો કાશ્મીરી યુવાનોને ભડકાવી રહ્યા છે. ભારતીય સૈન્ય સૌથી વધુ મદદ કાશ્મીરીઓને કરે છે તેમ છતાં સૈન્યના જવાનો અહીં શહીદી વહોરી રહ્યા છે. તેમણે કહ્યું કે આતંકીઓએ પુલવામામાં કાયરતાપૂર્ણ હુમલો કરી પીઠ પાછળ ઘા કર્યો છે.

સ્થાનિક ગદ્દારો આતંકીઓને સહકાર આપતા હોવાથી તેઓ હુમલો કરવામાં સફળ રહે છે. જો રેજીમેન્ટ પરવાનગી આપશે તો હું ચોક્કસ આર્મીમાં ફરી જઇશ અને આતંકીઓને પાઠ ભણાવીશ તેમ નિવૃત આર્મીમેન રાણા ઓડેદરાએ જણાવ્યું.

એક્શનની પૂરેપૂરી તૈયારી: ભારતે 114 ધનુષ તોપનો ઓર્ડર આપી દીધો, જેનો કમાલ પાકને રાતે પણ હચમચાવશે

સંરક્ષણ મંત્રાલયે ભારતીય ભૂમિ સેના માટે 114 ધનુષ સ્વદેશી તોપનો ઓર્ડર આપી દીધો છે. ઓર્ડરનન્સ ફેક્ટરી બોર્ડને આ આદેશ આપવામાં આવ્યો છે. આર્મીને કુલ 414 ઘનુષ તોપ મળશે અને તેના હેઠળ પ્રથમ બેચમાં 114 તોપનો સમાવેશ થાય છે. આ તોપને રણ તેમજ પર્વતીય વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધનુષ ભારતની પહેલી લાંબા અંતરની સ્વદેશી તોપ છે. ગયા વર્ષે જૂનમાં છેલ્લે રાજસ્થાનના પોખરણમાં પરીક્ષણ કરાયું હતું. તેને દેસી બોફોર્સ પણ કહેવામાં આવે છે.

ધનુષ 155 એમએમ x 45 એમએમ કેલિપરની તોપ છે. તેની સ્ટ્રાઈક રેન્જ 38 કિલોમીટર છે અને તેના 81 ટકા ભાગો ફક્ત ભારતમાં બનાવવામાં આવ્યાં છે. ઓડિશા અને રાજસ્થાનની ગરમ અને ભેજવાળી પરિસ્થિતિઓ તેમજ સિક્કિમ અને લેહની ગરમ અને ભેજવાળી પરિસ્થિતિઓમાં આ તોપની તપાસ કરવામાં આવી છે અને જ્યાં તે સંપુર્ણ સફળ રહી હતી.

ત્યાં ઇલેક્ટ્રોનિક ગન લીઝિંગ અને સાઈટિંગ સિસ્ટમ પણ છે. આ કારણે તે બોફોર્સ તોપની સરખામણીમાં 11 કિલોમીટર દૂર નિશાન લગાવી શકાય છે. તેમજ રાત્રે પણ નિશાન તાકી શકાય છે અને એક મિનિટમાં છ ગોળા ફેંકી શકાય છે. અગાઉ આ તોપને 2017માં સૈન્યમાં સમાવવામાં આવવાની હતી. પરંતુ કેટલીક ભૂલોને લીધે તે ન કરી શકાયું.

સૂત્રોના જણાવ્યા મુજબ 14.50 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. તો વળી અમેરિકન અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર બંદૂકની કિંમત રૂ. 33 કરોડ હતી. સેનાએ આ તોપ પણ ટ્રાયલ માટે મંગાવી હતી. ધનુષ તોપનો પ્રથમ પ્રોટોટાઇપ 2014માં બનાવવામાં આવ્યો હતો અને તેના પછી તેના પ્રોટોટાઇપમાં બદલાવ લાવવામા આવ્યાં હતા.

READ ALSO

Related posts

એસટી બસના ડ્રાઈવરોએ દારૂ પીધો ન હોવાનો આપવો પડશે ટેસ્ટ, આ ડિવિઝનનો જોરદાર નિર્ણય

Mayur

દિવાળી પહેલાં 5માંથી 3 દિવસ બેંકો પાડશે હડતાલ, જોઈ લો તારીખું લિસ્ટ

Dharika Jansari

સરકારી મચ્છરદાનીને બારોબાર વેચવાનું કૌંભાડ, સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!