GSTV

મિહિકા બજાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા રાણા દિગ્ગુબાટી, જુઓ લગ્નના સુંદર ફોટો

ફિલ્મ ‘બાહુબલી’ ના ભલ્લાલદેવ એટલે કે રાણા દિગ્ગુબાટીએ મિહિકા બજાજ સાથે લગ્ન કરી લીધા છે. શનિવારે હૈદરાબાદના રામાનાઇડુ સ્ટુડિયોમાં તેના લગ્નની વિધિ પૂર્ણ થઈ હતી. આ સેરેમનીમાં કપલના પરિવારના સભ્યો, કેટલાક સંબંધીઓ, મિત્રો અને ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકો સામેલ થયા હતા. સમાંથા અક્કીનેની નાગા ચૈતન્ય, રામ ચરણ અને અલ્લુ અર્જુને રાણા અને મિહિકાને અભિનંદન આપવા લગ્નમાં પહોંચ્યા છે. સાત ફેરા લેતા પહેલા રાણાએ તેની દુલ્હનીયાને સગાઈની વીંટી પહેરાવી હતી. વીંટી પહેરાવતા સમયે તેઓ પોતાની દુલ્હનના ચહેરા પરથી નજર પણ હટાવી શકતા ન હતા.

રામ ચરણે ઈંસ્ટાગ્રામ પર રાણાને અભિનંદન આપતા લખ્યુ કે, ફાઈનલી મારા હલ્કે લગ્ન કરી લીધા. રાણા દિગ્ગુબાટી અને મિહિકા બજાજનું લગ્નજીવન હંમેશા ખુશીભર્યુ રહે.

લગ્ન દરમિયાન કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સ્થળ પર સેનિટાઇઝર સ્ટેન્ડ્સ અને જંતુનાશક ટનલ મૂકવામાં આવી હતી. સામાજિક અંતર પણ અનુસરવામાં આવ્યું.

લગ્નના રીતી-રિવાજો દરમિયાન રાણા અને મિહિકા એકબીજામાં ખોવાયેલા નજર આવ્યા હતા.

રાણા દગ્ગુબતીએ લગ્ન માટે સફેદ ધોતી કુર્તા પહેરી હતી. તો મિહિકા બજાજે અનમિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરેલા લહેંગામાં જોવા મળી હતી. તેણીએ લેહેંગા સાથે લેયર્ડ જ્વેલરી પણ પહેરી હતી.

ડિઝાઇનર અનામિકાએ જણાવ્યું હતું કે, મિહિકાનો લહેંગા લગભગ 10 હજાર કારીગરોને કલાકો સુધી સખત મહેનત કરી તૈયાર કર્યો છે. ગ્રીમ અને ગુલાબી રંગના આ લહેંગા પર જરદોસીની સાથે ચિનનકારી અને ગોલ્ડ મેંટલ વર્ક કરવામાં આવ્યુ છે. દુપટ્ટામાં પણ ભારે ગોલ્ડનુ કામ કર્યુ છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે, લગ્નમાં 30 થી ઓછા લોકો સામેલ થયા હતા અને તેમનો અહીંયા પહોંચતા પહેચતા પહેલા Covid-19 ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

લગ્નની બધી વિધિ કર્યા બાદ રાણા અને મિહિકાએ પરિવાર અને મિત્રો સાથે જમકર પોઝ આપ્યા.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલન ન અટક્યું તો મંત્રી બાદ આ રાજ્યમાં ભાજપ સરકાર થશે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel

રાજ્યમાં ફરી આંદોલનના એંધાણ : ખેડૂતોએ કહ્યું, કોઈપણ સંજોગોમાં આ ટીપી સ્કીમ લાગુ થવા નહીં દઈએ

Nilesh Jethva

એકાઉન્ટને પર્સનલાઈજ્ડ ટચ આપવા Gmail પર મલ્ટીપલ ઈ-મેલ સિગ્નેચર ફીચરનો કરો વપરાશ, અહીંયા જાણો રીત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!