GSTV

VIDEO: અચાનક વરરાજાને લઈને ઘોડી ભાગી ગઈ, જાનૈયા કાર અને બાઈક લઈ 4 કિમી સુધી પાછળ દોડતા રહ્યાં

Last Updated on July 22, 2021 by Pravin Makwana

રાજસ્થાનમાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અજમેરની આ ઘટના છે. અહીં એક ઘોડી વરરાજાને લઈને ભાગી ગઈ હતી. જાનૈયાઓ કાર અને બાઈક લઈને ચાર કિલોમીટર સુધી પાછળ પાછળ દોડીને આખરે ઘોડીને પકડી પાડી હતી. આ સમગ્ર મામલાનો વીડિયો સો.મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ત્રણ દિવસ જૂનો છે.

લગ્ન પ્રસંગમાં અચાનક ફટાકડા ફોડતા ઘોડી નાસવા લાગી હતી. ફટાકડાનો અવાજ સાંભળી ઘોડી તો નાસવા લાગી પણ ઉપર બેઠેલો વરરાજો પણ કારણવગરનો દોડવા મજબૂર બન્યો. જાનૈયાઓએ ડાંસ પડતો મુકીને વરરાજાને શોધવા કાર અને બાઈક લઈને પાછળ પાછળ દોડ્યા હતા. ઘોડી વરરાજાને લઈને નાસી ગઈ હોવાની ખબરે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વરરાજાની હાલત બગડી ગઈ

ઘોડી વરરાજાને લઈને લગભગ ચાર કિમી સુધી દોડી, અંતે હાંફીને ઊભી રહી. આ દરમિયાન વરરાજાની તબિયત પણ બગડી ગઈ. જો કે, સારી વાત એ છે કે, વરરાજો એકદમ સુરક્ષિત છે. આ ઘટનાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા સાથે વાત કરતા ડીજે સંચાલકે આખી ઘટના જણાવી હતી.

READ ALSO

Related posts

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!