બાહુબલીની શિવગામી દેવી એટલે કે રમ્યા ક્રિષ્ણનનો આજે જન્મ દિવસ છે. દેશની કેટલીક બહેતરીન કલાકારમાં રમ્યા ક્રિષ્ણન સામેલ છે. આજે તેણે જીવનના 50 વર્ષ પૂરા કર્યા છે. જોકે એક તરફ ઉંમર વધતા અભિનેત્રીઓની ફીમાં ઘટાડો થતો હોય છે ત્યાં રમ્યાની ફીમાં વધારો થઈ રહ્યો છે. આજે સૌથી વધુ ફી લેનારી હિરોઇનમાં રમ્યા મોખરે છે.

સાઉથની સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં કામ કરનારી રમ્યાએ આ ફિલ્મ હીટ જતાં અન્ય કલાકારોની માફક પોતાની ફી પણ વધારી દીધી હતી. તે બાહુબલી 1 અને બાહુબલી 2 બંનેમાં આવી હતી.

કેટલી ફી લે છે રમ્યા ક્રિષ્ણન
રમ્યા સાઉથની અન્ય એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને રકુલપ્રિત કરતાં પણ વધારે ફી લે છે. તાજેતરમાં જ તેણે તેલુગુ ફિલ્મ સૈલાજા રેડ્ડી અલ્લુદુમાં કામ કરવા માટે એક દિવસના છ લાખ રૂપિયા ચાર્જ કર્યો હતો. એટલે કે ફિલ્મનું શૂટિંગ 25 દિવસ ચાલે તો રમ્યા 1.50 કરોડ ફી લે છે. રમ્યાએ આ માટે 25 દિવસનો કરાર કર્યો હતો. આ ફી સાઉથની ટોચની એક્ટ્રેસ કરતાં ઘણી વધારે છે.

રકુલ અને તમન્ના એક ફિલ્મ માટે 65 લાખ રૂપિયા લેતી હોય છે. રમ્યા આ અગાઉ ખલનાયક, ક્રિમિનલ, બડે મિયાં છોટે મિયાં અને શપથ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
Read Also
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
