GSTV
Home » News » બસપાએ એક્ઝિટ પોલ બાદ લીધો મોટો નિર્ણય, કદાવર નેતાની કરી દીધી હકાલપટ્ટી

બસપાએ એક્ઝિટ પોલ બાદ લીધો મોટો નિર્ણય, કદાવર નેતાની કરી દીધી હકાલપટ્ટી

Mayawati pm

એક્ઝિટ પોલ બાદ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ તેના જુના સિપાહસલાર રહેલા રામવીર ઉપાધ્યાયને બહારનો રસ્તો બતાવી દીધો છે. આ સાથે જ તેમને મુખ્ય સચેતક પદ પરથી પણ હટાવી દીધા છે. તેમના પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામિલ હોવાનો આરોપ લાગ્યો છે. રામવીર ઉપાધ્યાય ભાજપમાં જોડાય તેવી અટકળો છે.

બસપાના મહાસચિવ મેવાલાલ ગૌતમે કહ્યું કે રામવીર ઉપાધ્યાય લોકસભાની ચૂંટણી દરમિયા તેમની પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામિલ હતા. તેમને ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં તેમણે આગરા, ફતેહપુર સીકરી, અલીગઢ, સહિત ઘણી બેઠકો પર પાર્ટી વિરુદ્ધના ઉમેદવારોનું સમર્થન કર્યું હતું.

પાછલા ઘણા દિવસોથી રામવીર ઉપાધ્યાય ભાજપમાં જોડાશે તેવી ચર્ચા હતી. પરંતુ તેઓ પોતે બસપા છોડવા ઈચ્છતા ન હતા. રામવીરના ભાઈ મુકુલ ઉપાધ્યાય પાછલા વર્ષે ભાજપમાં જોડાયા હતા. તે સમયે રામવીર પર બસપામાંથી કાઢ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. મુકુલ ઉપાધ્યાયે કહ્યું હતું કે અલીગઢથી બસપાની ટિકિટ આપવા માટે માયાવતીએ તેમની પાસેથી પાંચ કરોડ રૂપિયા માગ્યા હતા.

Related posts

કેન્સર પીડિત યુવતી તરણવીરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 4 વાર ઈંગ્લિશ ચેનલને કરી પાર

Kaushik Bavishi

હોલીવુડ સ્ટાર બ્રાડ પીટને આવી ચંદ્રયાન-2ની યાદ, એસ્ટ્રોનોટને પૂછ્યું શું તમે વિક્રમ લેન્ડરને જોયું?

pratik shah

ફારૂક અબ્દુલ્લાનાં સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, સોશ્યલ મીડિયા પર સરકાર સામે બાંયો ચડાવી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!