પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ટીએમસી નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં બે બાળકો અને ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હત્યાકાંડ પહેલા જે આઠ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા તેમને ખરાબ રીતે મારવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય સરકારે અનેક વહીવટી અને પોલીસ અધિકારીઓને કથિત બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે.
આ જ કડીમાં રામપુરહાટના એસએચઓ ત્રિદીપ બાસિકને આ કેસમાં બેદરકારી દાખવવા બદલ ગુરુવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ જાણકારી પશ્ચિમ બંગાળના એડિશનલ ડીજીપી કાયદો અને વ્યવસ્થા દ્વારા આપવામાં આવી છે. તે જ સમયે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, NHRC ના અધ્યક્ષ ન્યાયાધીશ અરુણ મિશ્રા ઇન્ડિયાએ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હત્યાઓ અંગે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. એનએચઆરસીની ટીમ તેની તપાસ કરશે.

મમતાએ કહ્યું કે પ્રશાસનની ઘણી બેદરકારી છે :
આ સાથે જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બીરભૂમ રામપુરહાટના બગતુઈ ગામમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે વાત કરતા કહ્યું કે, પ્રશાસન તરફથી ઘણી બેદરકારી દાખવવામાં આવી છે. ટીએમસી નેતાની હત્યા બાદ પોલીસને એલર્ટ કરી દેવી જોઈતી હતી, પરંતુ એવું થયું નહીં. જેની પાછળ જે પણ હશે તેને આકરી સજા મળશે. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે, જેમના ઘર બળી ગયા છે તેમને 1 લાખ રૂપિયા અને 10 લોકોને ઘર ચલાવવા માટે નોકરી આપવામાં આવશે.
આ ઘટના શાસન પરનો ધબ્બો છે : રાજ્યપાલ
બીજી તરફ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે કહ્યું કે આ શરમજનક ઘટના છે અને શાસન પર કલંક છે. લોકશાહીમાં આ રીતે લોકોને જીવતા સળગાવવા ખૂબ જ પીડાદાયક હોય છે. “હું સરકારને અપીલ કરું છું કે તેઓ સંરક્ષણ આપવાને બદલે પાઠ શીખે.
Tridip Pramanik, Inspector of Police, presently posted as Inspector in Charge, Rampurhar PS, Birbhum district suspended with immediate effect for his gross misconduct and dereliction of duty unbecoming of a member of a disciplined Police force: Addl DGP Law & Order, West Bengal
— ANI (@ANI) March 24, 2022
કોર્ટે 24 કલાક મોનિટરિંગનો આદેશ આપ્યો :
કલકત્તા હાઈકોર્ટે આ ઘટનાની સુઓ મોટુ નોંધ લીધી હતી અને ગુરુવારે 24 કલાક સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ હિંસાગ્રસ્ત વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ