GSTV

શિકારને ગળી ગયા બાદ ગામમાં આવી ચડ્યો વિશાળકાય અજગર, ફૂલાયેલું પેટ જોઈ ગામલોકો પણ ડરી ગયા !

ઉત્તર પ્રદેશના રામપુરમાં 26 સપ્ટેમ્બરના રોજ એક વિશાળકાય અજગર રસ્તા પર આવી ચડ્યો હતો. સિહારી ગામમાં એક મોટો અજગર આવી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જો કે, સૌથી મુશ્કેલીભરી વાત તો એ હતો કે, શિકારની ગળી ગયા બાદ આ અજગરનું પેટ એટલુ ફૂલી ગયુ હતું કે, તે ચાલવા માટે પણ સક્ષમ નહોતો. થોડીવારમાં તો આ અજગરની વાત સમગ્ર પંથકમાં પહોંચી ગઈ. બાદમાં ગામ લોકોએ વન વિભાગને જાણ કરી અને રેસ્ક્યૂ ટીમ આવી આ અજગરને બચાવી લીધો.

વન વિભાગના કર્મીઓ આ અજગરને લાકડીઓના ટેકાથી ટેક્ટરની ટ્રોલીમાં નાખવામાં ભારે પરસેવો પાડવો પડ્યો હતો. ત્યાર બાદ તેને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. એવુ મનાય છે કે, અજગર માણસ માટે ઘણો ખતરનાક છે. તે જાનવરનો પણ શિકાર કરે છે. આ અજગરનું વિશાળકાય પેટ જોઈ લોકો પણ ડરી ગયા હતા.

ડીએફઓ રાજીવ કુમારે જણાવ્યુ હતું કે, આ અજગર કોઈ વિશાળકાય શિકારને ગળી ગયો છે. જેના કારણે તે હલી શકતો નથી. તે ઘાયલ પણ થયો છે. એટલા માટે જંગલમાં છોડતા પહેલા તેની સારવાર કરવી જરૂરી હતી. આ માદા અજગર હતી. જેની લંબાઈ 11થી 12 ફૂટની આસપાસ હતી.

READ ALSO

Related posts

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari

પાકિસ્તાની નેતા કે સૈન્યમાં ખરેખર લડવાની ત્રેવડ નથી, ભારતના ડરથી બાજવાના ટાંટિયા ઘ્રૂજતા હતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!