GSTV
Gujarat Government Advertisement

ઉત્તર પ્રદેશના દબંગ નેતા જાહેર સભામાં પોક મૂકીને રડવા લાગ્યા, એક સમયે આવો હતો દબદબો

Last Updated on October 12, 2019 by Mayur

ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી નિમિત્તે યોજાયેલી એક સભામાં સપાના માથાભારે ગણાતા નેતા આઝમ ખાન પોક મૂકીને રડી પડ્યા હતા. તાજેતરમાં એમના પર જે વીતી હતી એ યાદ કરીને તેમણે કહ્યું કે કબરમાં જાઉં એ પહેલાં મારા હિસાબ-કિતાબ પૂરા થઇ જાય તો સારૂ.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી

પોતાની સામે ચાલી રહેલા કાયદેસરના તમામ કેસ બોગસ હોવાનું કહીને તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. એટલેથી નહીં અટકતાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને નાટક સમાન અને લોકોની આંખમાં ધૂળ નાખવાના પ્રયાસ સમાન ગણાવ્યું હતું. બોલતાં બોલતાં એ એક કરતાં વધુ વખત રડી પડ્યા હતા.

હું સરકારને પડકાર ફેંકુ છું

તેમણે કહ્યું કે હું સરકારને પડકાર ફેંકું છું કે એકવાર તમારો પોતાનો ચહેરો તો આયનામાં જુઓ. પછી બીજાને ભ્રષ્ટાચારી કહો. અત્યારે મારી સામે કિન્નાખોરીતી કામ ચલાવાઇ રહ્યું છે પરંતુ મેં મારા મતવિસ્તારમાં જે કામ કર્યુ છે એની નોંધ આવનારી પેઢીઓ લેશે. અત્યારે મને બલિનો બકરો બનાવાઇ રહ્યો છે પરંતુ સમય આવ્યે એ સાબિત થઇ જશે કે હું સાચો હતો કે તમે સાચા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

એક પણ વિદ્યાર્થીનું મોત થશે તો અમે 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરીશું, આ રાજ્ય સરકાર પર સુપ્રીમ બગડી

Bansari

ઝટકો/ દેશના 9 રાજ્યોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી : આજે ગુજરાતમાં આ છે પેટ્રોલ-ડીઝલના ભાવ, હવે સાયકલ લઈ લો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!