GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

તેજસ્વી યાદવની સામે રાજદની સભામાં ભાગદોડ, ખુરશીઓ ઉછળી, પોલીસે કર્યો લાઠીચાર્જ

બિહારમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવની સામે જ આરજેડીની સભામાં યાદવાસ્થળી જામતા પક્ષનો આંતરિક અસંતોષ સામે આવ્યો છે. બિહારમાં આરજેડી દ્વારા સહરસના સિમરી બખત્યારપુરમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પરંતુ આ સભામાં આરજેડીના કાર્યકર્તાઓ જ સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. સભા દરમ્યાન એક યુવક મંચ પર ચડ્યો અને તેમણે તેજસ્વી યાદવને હાર પહેરાવ્યો હતો. પરંતુ પોલીસે આ યુવકને મંચ પરથી નીચે ઉતારતા યુવકના સમર્થકોમાં ભારે ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને તેમણે સભામાં હંગામો મચાવી દીધો હતો.

જોતજોતામાં પરિસ્થિતિ એટલી વણસી કે કાર્યકર્તાઓએ ખુરશીઓ ઉછાળી એકબીજાને મારવાનું શરૂ કરી દીધું હતુ. મંચ પરથી અનેક નેતાઓ શાંતિ જાળવી રાખવાની અપીલ કરતા રહ્યા પરંતુ તોડફોડ મચાવનારા નેતાઓની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતા. આખરે ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

READ ALSO

Related posts

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાકાળઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 6.28 લાખને પાર, 3.80 લાખ દર્દી થયા સ્વસ્થ

Mansi Patel

વિકાસ દૂબેની માતાનું નિવેદન: પોલીસ જો પકડી પાડે તો, જાનથી મારી નાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!