GSTV

જ્યોતિષશાસ્ત્રના મતે, ‘વર્ષ 2020માં શું થઇ શકે છે?’

Last Updated on January 13, 2020 by

નવા વર્ષની શરૂઆતમાં જ દેશમાં ઘણા પ્રશ્નોને લઈને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. ખેડૂતોનો પ્રશ્ન હોય કે પછી વિદ્યાર્થીનો પ્રશ્ન હોય. દેશમાં મોંઘવારી, બેરોજગારી, સીએએ, એનઆરસી જેવા મુદ્દાઓને લઈને લોકોમાં બે ભાગ જોવા મળી રહ્યા છે. કોઈ સમર્થનમાં છે તો કોઈ વિરોધ કરી રહ્યા છે. તો આ નવુ વર્ષ દેશ માટે અમે દેશના રાજકારણ કેવા બદલાવો આવી શકે છે તે અંગે જાણીતા જ્યોતિષાચાર્ય નિરંજન નિરાકારનો જોઈએ આ અહેવાલ.

Ramnath Kovind speech

રામનાથ કોવિંદ વિવાદાસ્પદ નિર્ણય લઇ શકે છે.

 • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ષ 2020માં વિશેષ કરીને માર્ચ, જુલાઇ, ડિસેમ્બરમાં વિવાદાસ્પદ નિર્ણય લઇ શકે છે.
 • માર્ચ 2020ની આસપાસ 1.25 લાખથી વધુ લોકો સરકાર સામે રસ્તામાં ઉતરી આવશે.
 • એપ્રિલ 2020 બાદ રાજકીય તાકાતો વચ્ચે પુન: જોડાણ થઇ શકે અને સાંપ્રદાયિક તાકાતો તેમની સાથે હાથ મિલાવી શકે છે.
 • ન્યાયિક સંસ્થાઓ મક્કમતાથી આગળ આવશે અને તોફાનો પર અંકૂશ લાવવામાં મદદરૂપ થશે. તે લોકશાહીના સમર્થનમાં ચુકાદા આપી શકે છે. જે સત્તાધિશોને ન ગમે.
 • ભાજપ વધુ કેટલાક નેતા વિદાય લઇ શકે છે. જાન્યુ. 2020થી માર્ચ 2021 દરમિયાન આ નેતાઓની વસમી વિદાય થઇ શકે છે.
 • બીએસ યેદુયુરપ્પા જાન્યુઆરી 2020માં મુખ્યમંત્રી પદ ગુમાવી શકે છે.
 • કેતુ, શનિ, ગુરુ (આઠમા ઘરે) અને રાહુ (બીજા ઘરે) સ્વતંત્ર ઘરમાં છે. ભારતની કુંડળીમાં 2/8 અક્ષાંસમાં છે. અનેક લોકોના મૃત્યુ થવા તેમજ કુદરતિ આપદા તેમજ હિંસા થવાની વકી છે.
 • માર્ચ 2020થી પ્રિયંકા ગાંધીનો ઉદય થશે. રાજયોગ માર્ચ 2024માં પૂર્ણ થશે. સૂર્યના 6 વર્ષથી, ચંદ્રના 10 વર્ષથી, મંગળના 7 વર્ષથી.
 • શરદ પવાર માટે મુશ્કેલ સમય રહેશે. 26 ડિસેમ્બર 2019ના સૂર્યગ્રહણ ધન રાશિમાં થયું હતું જ્યારે 10 નવેમ્બરે ચંદ્રગ્રહણ મિથુન રાશિમાં થશે.
 • કેરળના પશ્ચિમ દરિયાકાંઠેથી મહારાષ્ટ્રથી ગુજરાત સુધી અથવા પૂર્વ પશ્ચિમ બંગાળની ખાડીમાં સુનામી આફત આવી શકે છે
 • ધરતી કંપની પણ સંભાવના છે
 • અર્થતંત્રનો ધબડકો થશે તેમજ શેર માર્કેટમાં કડાકો બોલાશે
 • ઓછામાં ઓછા બે ટોચના ઉદ્યોગપતિને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે
 • શિવસેના-ભાજપ વચ્ચે વિખવાદ વકરી શકે છે
 • માર્ચ 2020થી જુલાઇ 2020માં પાકિસ્તાન અથવા ચીન સાથે યુદ્ધ અથવા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ભારતનો વિજય નિશ્ચિત થશે પણ અર્થતંત્રને અસર પડશે.
 • એપ્રિલ 2020માં મકર રાશિમાં ગુરુ અને શનિની યુતિ થશે ત્યારે મંદીના પ્રમાણમાં વધારો થશે.
 • આ પ્રકારની સ્થિતિ નવેમ્બર 2021 સુધી રહેશે.
 • ભારત માટે 2020ની મંદીનો સમય ખુબજ કપરો હશે.
 • એપ્રિલ 2020માં મંદી અને યુદ્ધની સ્થિતિ રહેશે.
 • જુલાઇ 2020થી આંશિક રાહત મળશે.
 • મંદી જારી રહેશે.
 • 20 એપ્રિલ 2020થી અમિત શાહને નાદુરસ્ત સ્વાસ્થ્યનો સામનો કરવો પડી શકે છે.
 • જૂન-જુલાઇ 2020માં પાકિસ્તાન-ચીન સાથે યુદ્ધ જેવી સ્થિતિ.
 • જૂન 2020 સુધી ટોચના ઉદ્યોગપતિ નાદારી જાહેર કરી શકે છે.
 • એપ્રિલ 2020 સુધી શિવસેનામાં ખટરાગ વધશે.

જ્યોતિષીઓના મતે 2020નું વર્ષ કેવું રહેશે?

 • દેશની સ્થિતિમાં આંતરિક-બાહ્ય અશાંતિ રહેશે. ઉગ્ર આંદોલનો થશે પણ તેમાં જાન-માલને નુકસાન નહીં થાય. માર્ચમાં બજેટ બાદ અર્થવ્યવસ્થા-બજાર ધીમું પડશે અને તે વર્ષના મધ્ય બાદ મંદી તરફી જનારું વધારે કહી શકાય.
 • કોઇ નવા કૌભાંડ બહાર આવે, રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ વધુ રહે, આગ-અકસ્માત-કુદરતી હોનારત વધી શકે છે.
 • દેશના સર્વોચ્ચ સ્થાન પર રહેલાની નિર્ણય શક્તિ પર અસર પડી શકે છે. જેના પગલે આ વર્ષે માર્ચ અને ડિસેમ્બરમાં તેઓ કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો જાહેર કરી શકે છે.
 • અમિત શાહને ચિંતાજનક પ્રશ્નોનો સામનો કરવો પડશે અને તેમને આરોગ્ય પણ સાચવવું પડી શકે છે.
 • કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પ્રિયંકા ગાંધીને પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડશે પણ તેઓ કોંગ્રેસને સબળ નેતાગીરી પૂરી પાડે તેવા યોગ છે. – જ્યોતિષાચાર્ય નિરંજન નિરાકાર

READ ALSO

Related posts

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel

જાણવા જેવું: ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર બનેલું છે વાઈ-ફાઈનું નિશાન, તો જાણી લો તેનાથી શું થાય છે ફાયદા અને નુકસાન

Pravin Makwana

ઓલિમ્પિક/ તિરંદાજીમાં વર્લ્ડ નંબર વન રેન્કરે કહ્યું મેડલ પાક્કો હતો પણ આમને કારણે અમે ચૂકી ગયા, મહિના પહેલાં જ જીત્યા હતા ગોલ્ડ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!