GSTV
Ayodhya ram janmabhoomi India News ટોપ સ્ટોરી

ભૂમિ પૂજન માટે સાજ-શણગાર સાથે તૈયાર રામનગરી અયોધ્યા, ગુજરાતથી ચાંદી લઈને રવાના થયા સાધુ-સંત

ભૂમિ પૂજનમાં સામલે થવા માટે મહેમાનોનું આગમન શરૂ થઇ ગયું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ લખનઉ પહોંચી ગયા છે. અહીંથી તેઓ અયોધ્યા માટે રવાના થશે. ગુજરાતથી સાત સંતોને ભૂમિ પૂજન માટે આમંત્રણ મળ્યું છે. તમામ સંત અમદાવાદથી અયોધ્યા માટે રવાના થયા. સંત આશરે સાત કિલો ચાંદી લઇને નીકળ્યાં છે. જેને તેઓ ટ્રસ્ટને ભેટ આપશે.

સંત અમદાવાદથી અયોધ્યા માટે રવાના થયા

ગુજરાતના સાત સંતો અયોધ્યા માટે રવાના

અયોધ્યામાં આવતીકાલે થનારા રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને તૈયારીઓ પૂર્ણ થઈ છે..અને અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે…જે અંતર્ગત આજે રામ અર્ચનાનો કાર્યક્રમ છે..રામ અર્ચનાના કાર્યક્રમ પહેલા હનુમાન ગઢીમાં હનુમાનજીની પૂજા થઈ. હનુમાનજી અયોધ્યાના અધિષ્ઠાતા હોવાથી તેમની પૂજા કરવામાં આવી. ભૂમિપૂજનમાં જે શિલાનો ઉપયોગ થશે તેનું પણ આજે પૂજન થશે. 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરાવશે.

5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરાવશે

.એ કાર્યક્રમનો કુલ સમયગાળો લગભગ 40 મિનિટનો રહેશે..ભૂમિપૂજનને લઈને ત્રણ દિવસીય અનુષ્ઠાનના પ્રથમ દિવસે એટલે કે ગઈકાલે ગણેશ સ્થાપન થયું હતું. રામ-સીતાના કુળદેવીની પૂજા કરીને અનુષ્ઠાનનો પ્રારંભ થયો હતો. નાની દેવકાલી અને મોટી દેવકાલીના મંદિરોમાં પૂજન થયું હતું.

અયોધ્યા તૈયાર, મહેમાનોના આગમનની જોવાઇ રહી છે રાહ

બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ભૂમિપૂજન થવાનું છે, પરંતુ તે પહેલા તમામ મહેમાનો આજે અયોધ્યા પહોંચશે. સુરક્ષાની દ્રષ્ટિએ મંગળવારે સાંજે અયોધ્યાની સરહદો સીલ કરવામાં આવશે. કુલ 175 લોકોને શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજન કરવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ ભાગોથી આવેલા આશરે 135 સંતોનો સમાવેશ થાય છે. દરેક આમંત્રણ પત્રિકા પર એક કોડ હોય છે, જે સુરક્ષાને કારણે તૈયાર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર

Karan

શિવસેના સામે બળવાખોરો કાનૂની રીતે લડી લેવાના મૂડમાં, જૂથને માન્યતા માટે હાઈકોર્ટનો આશરો લેવાની શિંદેની હિલચાલ

Binas Saiyed

આસામ પૂર/ આસામમાં પૂરથી 33 લાખ લોકો પ્રભાવિત, હજારો લોકો હાઇવે કિનારે તંબુ બનાવી રહેવા મજબુર

Damini Patel
GSTV