GSTV

અયોધ્યા: રામ મંદિર માટે ભૂમિપૂજનનું મુહૂર્ત જણાવનાર પૂજારીને મળી ધમકી, પોલીસે દાખલ કરી ફરિયાદ

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે મૂહૂર્ત જણાવનારા પૂજારીને કર્ણાટકના બેલગાવીમાં ધમકી મળી છે. આ મામલે બેલગાવીના તિલકવાડી પોલીસ સ્ટેશને કેસ દાખલ થયો છે..ભૂમિપૂજનનું મૂહૂર્ત જણાવારા પુજારી વિજયેન્દ્રએ કહ્યુ કે ધમકી આપનારાઓએ કહ્યુ કે શા માટે મૂહૂર્તની તારીખ કહી હતી..શા માટે તેમા સામેલ થઈ રહ્યા છે. તેઓએ કહ્યુ કે એક ગુરુ તરીકે ભૂમિકા  ભજવી છે. કર્તવ્યને અનુસર્યો છું. ફોન પર ધમકી આપનારા શખ્સોએ પોતાનું નામ જણાવ્યુ ન હતુ.

ફોન પર ધમકી આપનારા શખ્સોએ પોતાનું નામ જણાવ્યુ ન હતું

તેઓએ કહ્યુ કે અનેક સ્થળેથી ફોન આવે છે..પરંતુ ગંભીરતાથી લેતો નથી..જોકે પોલીસે પૂજારીના નિવાસ સ્થાને પોલીસકર્મીઓ તૈનાત કર્યા છે..પોલીસના મતે કોલ કરનારાઓએ કથિત રીતે પૂજારીને મુહૂર્તને પરત ખેંચવાની માંગ સાથે ધમકી આપી હતી..વિજયેન્દ્ર છેલ્લા કેટલાક વખતથી રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે..જેઓએ મુહૂર્ત માટે 29 જુલાઈ, 31 જુલાઈ , એક ગસ્ટ અને પાંચ ઓગસ્ટની તારીખો કહી હતી. જે તમામ હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં આવે છે..કોરોના સંકટને લઈને વિજયેન્દ્ર ભૂમિ પૂજનન કાર્યક્રમમાં સામેલ થવાના નથી.

કોરોના સંકટને લઈને વિજયેન્દ્ર ભૂમિ પૂજનન કાર્યક્રમમાં સામેલ થવાના નથી

ધમકી ભર્યા ફોન આવતા બેલગાવી શાસ્ત્રીનગરમાં પૂજારીના નિવાસસ્થાન પોલીસકર્મીઓ તૈનાત કરી દીધા છે. પોલીસનું કહેવુ છે કે, કથિત રીતે ધમકી દેનારા લોકો આ મુહૂર્ત પાછુ ખેંચવા જણાવી રહ્યા છે. વિજયેન્દ્ર ગત વર્ષોથી રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આયોજકોએ મુહૂર્ત કાઢવા માટે સંપર્ક કર્યો હતો. વિજયેન્દ્રએ 29 જૂલાઈએ, 31 જૂલાઈ અને પાંચ ઓગસ્ટનો સમય બતાવ્યો. આ તમામ તારીખે શ્રાવણ મહિનામાં આવે છે. જોકે એ વાત અલગ છે કે, કોરોના મહામારીના કારણે તેઓ ભૂમિ પૂજનમાં સામેલ થવાના નથી.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!