GSTV

ભૂમિ પૂજન પહેલા સામે આવી રામલલાની તસ્વીર, ગૌરી ગણેશની પૂજાથી થઈ શરૂઆત

રામલલા

Last Updated on August 5, 2020 by Arohi

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. પીએમ મોદી 12 વાગ્યાને 40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.

ભૂમિપૂજનની સાથે-સાથે હવામાનમાં પલટો

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન પહેલા હવામાનનો મિજાજ બદલાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પવન ફુંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે.

સેનિટાઇઝ કરાયું

વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા હનુમાનગઢી મંદિરમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

બાબા રામદેવનું ટ્વિટ

યોગ ગુરૂ બાબા રામદેવે હનુમાનગગઢી મંદિર ખાતે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક દિવસ છે. હવે ભારતમાં રામ રાજ્ય સ્થપાશે. ‘બાબરી મસ્જિદ હતી અને રહેશે’,

ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ

આજે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પૂજન કરશે, ત્યારબાદ મંદિર નિર્માણ શરૂ થશે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ વિવાદિત માળખા અને શ્રી રામ મંદિરનો નિર્ણય થઇ શક્યો છે. પરંતુ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સવાલા ઉઠાવ્યા છે અને હાગિયા સોફિયા મસ્જિદનું ઉદાહરણ આપતાં કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને હંમેશા રહેશે.

અડવાણીએ મૌન તોડ્યું,..

તેમણે કહ્યું, ‘મારું માનવું છે કે રામ મંદિર ભારતને એક મજબૂત, સમૃદ્ધ અને સુખી રાજ્ય તરીકે રજૂ કરશે. જ્યાં બધાને ન્યાય મળશે અને ત્યાં કોઈ અલગતા રહેશે નહીં.

– યોગ ગુરૂ રામદેવ હનુમાનગઢી મંદિર પહોંચ્યા.

– રામ લલાને સવારે-સવારે નવો પોશાક પહેરાવવામાં આવ્યો

– 8 પુજારી રામ જન્મભૂમિ પરિસરમાં પહોંચી ગયા છે.

ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અયોધ્યામાં ત્રણ કલાકના પ્રવાસે રહેશે.

પીએમ મોદીના અયોધ્યામાં લેન્ડ થવાથી લઈને વિદાય થવા સુધીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પર એક નજર

– 9:35 વાગે: દિલ્હીથી સ્પેશિયલ વિમાન રવાના થશે

– 10:35 વાગે: લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ

– 10:40 વાગે: હેલિકોપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન

– 11:30 વાગે: અયોધ્યા સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ

– 11:40 વાગે: હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ દર્શન પૂજા

– 12 વાગે: રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ

Read Also

Related posts

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk

સંસદના અત્યાર સુધીમાં 800થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત, 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

Vishvesh Dave

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!