GSTV

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Last Updated on June 16, 2019 by

ઠાકોર સેનામાં બે ભાગ પડી ગયા છે. મળતી માહિતી મુજબ મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર પાસેથી ઠાકોર સેનાનું પદ છીનવી લેવાયુ છે. ચર્ચા એવી છેકે અલ્પેશ ઠાકોર સામે બાયો ચઢાવવી રામજી ઠાકોરને ભારે પડી ગઇ છે. ઠાકોર સમાજની કોર કમિટીની બેઠક વિસનગરની એક ખાનગી હોટેલમાં મળી હતી.

ત્યારે આ અંગે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરનું કહેવું છે કે રામજી ઠાકોરને સસ્પેન્ડ નથી કરાયા.પરંતુ નવી કોર કમિટી બનાવાઇ છે. ત્યારે હાલમાં તમામ સત્તા નવી કોર કમિટી પાસે આવી ગઇ છે. તો આ અંગે રામજી ઠાકોર કહે છે કે તેમના સસ્પેન્શન અંગે તેમને કોઇ જાણ નથી સોશિયલ મીડિયાથી તેઓને આ અંગે માહિતી મળી રહી છે. ત્યારે આ સ્થિતીમાં ચર્ચા એવી છેકે આડકતરી રીતે રામજી ઠાકોર પર દબાણ લાવવામાં આવી રહ્યુ છે.

ઠાકોરસેના હવે રાષ્ટ્રીય ઠાકોર સેના બનશે

મહેસાણામાં ઠાકોર ક્ષત્રિય સેનામાં બે ફાંટા પડ્યા છે. ઠાકોરસેના હવે રાષ્ટ્રીય ઠાકોર સેના બનશે. રાષ્ટ્રીય ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર બન્યા છે. રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેતા ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે. ઠાકોર સેના હવે રામજી ઠાકોર સાથે રાષ્ટ્રીય ઠાકોર સેનાના નામે નવું ગ્રુપ બનાવશે. રામજી ઠાકોરે કહ્યું કે અલ્પેશ ઠાકોર પાસે હવે સમર્થન નથી.

alpesh thakor congress

અલ્પેશ ઠાકોર 500 વ્યક્તિ પણ ભેગા કારી શકે તેવી સ્થિતિમાં નથી. સોમનાથ મંદિરમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી. જેમાં ત્રણ માગ નક્કી કરાઈ છે. ઠાકોર સમાજને 15% અનામત આપવામાં આવે. ઠાકોર નિગમમાં વર્ષે 2 કરોડની જગ્યાએ 2 હજાર કરોડ સરકાર દ્વારા આપવામાં આવે અને સમાજની વિધવા ગરીબ બહેનોને પાંચ હજાર રૂપિયા પેન્શન મળે તેવી માગ નક્કી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

બીજી લહેર જેવાં દ્રશ્યો / ઉત્તરાયણ બાદ અમદાવાદ બન્યું કોરોના હોટસ્પોટ, ટેસ્ટિંગ માટે ડોમ પર લાગી લાંબી લાઇનો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!