GSTV

અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદા સામે થયેલી 14 અપીલની સુનાવણી ૨૬મી ફેબ્રુઆરીથી સુપ્રીમની પાંચ જજની બેંચ કરશે

Last Updated on February 21, 2019 by

અયોધ્યાના રામજન્મભૂમિ બાબરી મસ્જિદના જમીન વિવાદના કેસની સુનાવણી સુપ્રીમમાં પાંચ જજની બનેલી બેંચ ૨૬મી ફેબ્રુઆરીથી કરશે તેમ આજે જણાવ્યું હતું.

રામજન્મભૂમિ વિવાદ કેસ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસ એ બોબડે, ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ એ નઝીરની બેંચ આ સુનાવણી કરશે. અગાઉ કોર્ટે ૨૭મી જાન્યુઆરીએ સુનાવણી રદ કરી હતી. ત્યારબાદ ૨૯મી જાન્યુઆરીએ જજ બોબડે ઉપલબ્ધ નહોતા. હવે આ કેસ ૨૬મી ફેબ્રુઆરીએ સુનાવણીમાં આવશે.

ઉલ્લેખનીય છે કે અલ્લાહાબાદ હાઇકોર્ટના વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડવાના ચુકાદા સામે ૧૪ અપીલ થઇ છે. સુપ્રીમાં આ ૧૪ અપીલની સુનાવણી થશે.

અયોધ્યા વિવાદની સુનાવણી માટે જાન્યુઆરીમાં પાંચ જજની ખંડપીઠ ફરીથી નક્કી થઇ હતી. દરમિયાન કેન્દ્ર સરકારે વિવાદિત જમીન સિવાયની ૬૭ એકર જમીન જે મૂળ માલિકોને પરત કરવા અરજી કરી હતી. તેના સપ્તાહ બાદ તેને પડકારતી અરજી પણ થઇ હતી.

Related posts

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah

દિલ્હી-એનસીઆરમાં હવામાનએ બગાડ્યા મેચના સિગ્નલ અને કરવા ચોથનો ચંદ્ર, ભારે પવન સાથે વરસાદ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!