GSTV
Home » News » પુલવામા હુમલા મામલે આ નેતા એવું બોલ્યા કે CM યોગી બરાબરનાં ભડક્યા

પુલવામા હુમલા મામલે આ નેતા એવું બોલ્યા કે CM યોગી બરાબરનાં ભડક્યા

સમાજવાદી પાર્ટીનાં નેતા રામ ગોપાલ યાદવે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાબતે રામ ગોપાલ યાદવે કડવા વેણ બોલતા વિવાદનાં વમળમાં ફસાયા છે. જો કે ભાજપે SP નેતાને માફી માંગવા કહ્યું છે.

રામ ગોપાલ યાદવે પુલવામા હુમલાને ષડયંત્ર ગણાવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલટવાર કરતાં જણાંવ્યું કે રામગોપાલનું આ નિવેદન તદ્દન હલકી કક્ષાનું છે. તેમનાં શબ્દો નિમ્ન રાજનિતીનું ઉત્તમ ઉદાહરણ છે.

યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાંવ્યું કે, રામ ગોપાલ યાદવે પોતાનાં આ બયાન માટે સીઆરપીએફ જવાનો અને દેશની જનતાની માફી માંગવી જોઇએ. આ પહેલા પણ રામ ગોપાલ યાદવે પુલવામા હુમાલ મામલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે પૈરામિલિટ્રીનાં જવાનો સરકારથી દુખી છે. મત મેળવવા માટે જવાનોને મારી નાંખ્યા.

મહત્વનું છે કે ગત 14 ફેબ્રુઆરીનાં રોજ જમ્મુ-શ્રીનગર હાઇવે પર આવેલા બાંદીપોરા ગામમાં રસ્તા પરથી પસાર થતાં કેન્દ્રિય અનામત પોલીસ દળનાં કાફલા પર આતંકી હુમલો થયો હતો.જેમાં CRPFનાં 40 જવાનો શહિદ થયાં હતાં.

READ ALSO

Related posts

હવેથી દર્દીઓની ઈચ્છા હશે તો પણ ડોક્ટર એની સાથે સેક્સ નહીં કરી શકે, નહીંતર ભોગવવું પડશે

Alpesh karena

કિમ જોંગે અમેરિકા સાથે વારંવાર વાત કરવા છતાં મેળ ન પડ્યો, હવે ફરીથી ધમાકાનાં પરિક્ષણમાં મેદાને ઉતર્યા

Alpesh karena

VIDEO: ભાજપના પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, કોઈ ચપ્પલનો ઘા કરીને ભાગી ગયું!

Alpesh karena