GSTV
Home » News » દિગ્વિજયસિંહને ટિકિટ મળી એમાં જનતા ખુશ નથી પણ પાકિસ્તાનમાં મીઠાઈ વહેંચાઈ છે: રામેશ્વર શર્મા

દિગ્વિજયસિંહને ટિકિટ મળી એમાં જનતા ખુશ નથી પણ પાકિસ્તાનમાં મીઠાઈ વહેંચાઈ છે: રામેશ્વર શર્મા

કોંગ્રેસે મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી દિગ્વિજયસિંહને ચૂંટણી મેદાનમાં ઉતારતા ભાજપના નેતા રામેશ્વર શર્માએ કટાક્ષ કર્યો. તેમણે જણાવ્યુ કે દિગ્વિજયસિંહને ભોપાલ બેઠક પરથી ટિકિટ મળતા ભોપાલની જનતા ખુશ નથી પરંતુ પાકિસ્તાનમાં મીઠાઈ વહેંચવામાં આવી રહી છે.

દિગ્વિજયસિંહ એ ચહેરો છે જેમણે ભારતીય વાયુસેનાના જવાનોના શૌર્યનો મજાક ઉડાવે છે. રામેશ્વર શર્માએ વધુમાં વધુમાં જણાવ્યુ કે દેશ વિરોધી નિવેદન આપનાર દિગ્વિજયસિંહને ભોપાલની જનતા ચૂંટણીમાં જવાબ આપવાની છે. મહત્વપૂર્ણ છે કે દિગ્વિજયસિંહે પુલવામા આતંકવાદી હુમલાને દુર્ઘટના ગણાવી હતી. જેથી તેમનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે વિવાદ થવા છતા દિગ્વિજય પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા.

READ ALSO

Related posts

લાલ કેપ્ટનનું પોસ્ટર રિલીઝ, સૈફનો રોલ જોઈને તમે પણ ચોંકી જશો

Kaushik Bavishi

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

pratik shah

રાજસ્થાનમાં BSPની બેઠકમાં થઈ મારા-મારી, માયાવતીએ ભંગ કરી આખા પ્રદેશની કારોબારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!