GSTV
Gujarat Government Advertisement

BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા

Last Updated on April 21, 2021 by Pravin Makwana

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલને પણ કોરોના થયો છે. જે બાદ તેઓ ખુદ કોરન્ટાઈન થયા છે. શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, હું આપ લોકોને જાણ કરવા માગુ છુ કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહથી મારી સારવાર ચાલી રહી છે. તેમણે લખ્યુ છે કે, જે પણ લોકો હાલના દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ સાવધાન રહે, ટેસ્ટ કરાવી લેવો.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ સાથે કહ્યુ હતું કે, શિક્ષણ મંત્રાલયનું કામ સામાન્ય રીતથી ચાલતુ રહેશે. યાદ રહે કે, આ અગાઉ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, હળવા લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવ્યો, જેના કારણે હું કોરોનાથી સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યુ છે.

આ અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થતા સોમવારે એઈમ્સમાં ભરતી થયા હતા. હાલના દિવસોમાં કોંગ્રેસના નેતા આનંદ શર્મા, રણદીપ સિંહ સુરજેવાલા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને દિગ્વિજય સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!