GSTV
Home » News » બિહારની પાટલીપુત્રના અપક્ષ ઉમેદવારે એટલી બધી સંપત્તિ જાહેર કરી કે ન પહોંચી શક્યો કોઈ પણ ઉમેદવાર

બિહારની પાટલીપુત્રના અપક્ષ ઉમેદવારે એટલી બધી સંપત્તિ જાહેર કરી કે ન પહોંચી શક્યો કોઈ પણ ઉમેદવાર

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં અનેક ધનાઢ્ય ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સાતમા તબક્કામાં 8 રાજ્યોની કુલ 59 બેઠકો પર 918 ઉમેદવારો છે. એડીઆરના અહેવાલ મુજબ સાતમા તબક્કાના કુલ 918 ઉમેદવારો પૈકી 278 ઉમેદવારો કરોડપતિ છે. બિહારની પાટલીપુત્ર બેઠક પરના અપક્ષ ઉમેદવાર રમેશકુમાર શર્મા સાતમા તબક્કાના સૌથી ધનાઢ્ય ઉમેદવાર છે. રમેશકુમાર શર્માએ 1107 કરોડની સંપત્તિ જાહેર કરી છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરે લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં 918 પૈકી 909 ઉમેદવારોની સંપત્તિનું વિશ્લેષણ કર્યું છે. એડીઆરના અહેવાલ મુજબ કુલ 909 ઉમેદવારો પૈકી 278 ઉમેદવારો એક કરોડ કે તેથી વધુની સંપત્તિ ધરાવે છે. કોંગ્રેસના કુલ 45 ઉમેદવારો પૈકી 40 ઉમેદવારોની સંપત્તિ 1 કરોડથી વધારે છે. જ્યારે કે ભાજપના 43 પૈકી 36 ઉમેદવારો કરોડપતિ છે. બસપાના કુલ 39 પૈકી 11 ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે કે આપના 14 પૈકી 9 ઉમેદવારો એક કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

બીજી તરફ અપક્ષના 313 ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી 59 ઉમેદવારો એવા છે કે જેની સંપત્તિ 1 કરોડથી વધારે છે.
સાતમા તબક્કાના ટોચના ધનાઢ્ય ઉમેદવારો જોઇએ તો, બિહારની પાટલીપુત્ર બેઠકના અપક્ષ ઉમેદવાર રમેશકુમાર શર્મા 1107 કરોડની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. તો બીજા ક્રમે પંજાબની ફિરોઝાબાદ બેઠકના ઉમેદવાર અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે 217 કરોડની સંપત્તિ જાહેર કરી છે.

જ્યારે કે ત્રીજા ક્રમે પંજાબના ભટીંડાના ઉમેદવાર અને સુખબીરસિંહ બાદલના જ પત્ની હરસિમરત કૌર બાદલે પણ 217 કરોડની સંપત્તિ દર્શાવી છે. જ્યારે કે ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા અને બિહારની પટના સાહિબ બેઠકના ઉમેદવાર શત્રુધ્ન સિંહાએ 193 કરોડની સંપત્તિ જાહેર કરી છે.

તમામ પક્ષોના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ જોઇએ તો, કોંગ્રેસના કુલ 45 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 17.15 કરોડ છે. જ્યારે કે ભાજપના 43 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 9.82 કરોડ છે. બસપાના 39 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 5.42 કરોડ છે. તો આમ આદમી પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 5.20 કરોડ છે.

જે ઉમેદવારોએ સૌથી ઓછી આવક દર્શાવી છે તેના પર નજર કરીએ તો પંજાબની જલંધર બેઠકના એએનસીના ઉમેદવાર ઉર્મિલા પાસે ફક્ત 295 રૂપિયા છે. તો મધ્ય પ્રદેશનની ખરગૌન બેઠકના અપક્ષ ઉમેદવાર કરણ જાની પાસે ફક્ત 1000 હજાર રૂપિયા છે. જ્યારે કે પંજાબની અમૃતસર બેઠકના અપક્ષ ઉમેદવાર ચૈનસિંહ બૈનકાએ સોગંદનામામાં પોતાની પાસે 3 હજાર રૂપિયા હોવાનું દર્શાવ્યું છે.

READ ALSO

Related posts

નવનિયુક્ત રાજસ્થાન ભાજપ પ્રમુખે કર્યા RSSનાં વખાણ, કોંગ્રેસે નેતાએ કર્યા આકરા વાકપ્રહાર

Riyaz Parmar

રાજસ્થાનમાં તોફાની વરસાદને કારણે ચંબલ નદી ગાંડીતૂર, નીચાણવાળા વિસ્તારોમાં 6 ફૂટ સુધી પાણી ભરાયા

Riyaz Parmar

અમિત શાહનાં હિન્દી વાળા નિવેદન પર વિફર્યા કેરળનાં સીએમ, આ મામલે ગરમાયું રાજકારણ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!