GSTV

ઓલિમ્પિકસ મેડલ વિજેતાને રિંગમાં પરાસ્ત કર્યા બાદ બાબા રામદેવ હવે IPLમાં અંબાણી સામે ટક્કર લેશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ટાઇટલ સ્પોન્સર માટે હવે સ્પર્ધા જામી રહી છે. આ રેસમાં બાબા રામદેવની પતંજલિ કંપની પણ સામેલ થઈ ગઈ છે. રમતો સાથે બાબા રામદેવને પુરાણો નાતો છે. કુસ્તીમાં તેમણે એક વાર બેઇજિંગ ઓલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતા યુક્રેઇનના આંદ્રેઇ સ્ટેડનિકને પરાસ્ત કર્યો હતો. 2017ની પ્રો રેસલિંગ લીગની સિઝનમાં તેમણે આમ કર્યું હતું. હવે કુસ્તીમાં આ રીતે ગોલ્ડ મેડાલિસ્ટને મહાત આપનારા બાબા રામદેવની કંપની આ વખતે આઇપીએલના સ્પોન્સરશિપ ટાઇટલમાં મુકેશ અંબાણીની કંપની જીઓ સામે સ્પર્ધામાં ઉતર્યા છે.

પોતાના સ્પોન્સરશિપ કરાર રદ કરી દીધા

ભારત અને ચીન વચ્ચે સરહદ પર વધી રહેલા તનાવ બાદ ભારતમાં ચીની પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે એ સંજોગોમાં ચીનની વિવો કંપનીએ આ વર્ષ માટે પોતાના સ્પોન્સરશિપ કરાર રદ કરી દીધા છે. આમ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) હવે નવા સ્પોન્સરની શોધમાં છે જે હાંસલ કરવા માટે રસ ધરાવતી કંપનીઓ પાસેથી અરજી મગાવવામાં આવી છે. આ કંપનીઓમાં રામદેવની પતંજલિ ઉપરાંત જીઓ, બાયજુ, એમેઝોન, ફેન્ટેસી સ્પોર્ટસ કંપની ડ્રીમ 11 અને કોકાકોલા ઇન્ડિયા જેવી કંપની રસ ધરાવે છે.

રામદેવનો 12-0થી વિજય થયો

પ્રો રેસલિંગ 2017 દરમિયાન આયોજકોએ બાબા રામદેવ અને આંદ્રેઇ સ્ટેડનિક વચ્ચે એક મુકાબલો યોજ્યો હતો. જેમાં બાબા રામદેવનો 12-0થી વિજય થયો હતો. જોકે રામદેવ એ વખતે પહેલવાનોના યુનિફોર્મમાં ન હતા તેથી તેમને ડિસ્કક્વોલિફાઈ કરી શકાય તેમ હતા પરંતુ આમ બન્યું ન હતું. તેમણે મુકાબલા અગાઉ રિંગ પર જ કસરતો કરી હતી. આ દરમિયાન બાબા રામદેવે ઉંધા માથે હાથના આધારે ચાલીને પણ દેખાડ્યું હતું. તેમણે યુક્રેઇનના ખેલાડીને ગળે વળગાડીને શુભેચ્છા પણ પાઠવી હતી.

READ ALSO

Related posts

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari

ATSને મળી સફળતા, ગાંધીનગર પાસેથી રૂ 99.40 લાખની જૂની ચલણી નોટ સાથે એક શખ્સની કરી ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!