લોકસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસીક જીત બાદ કોંગ્રેસ ભારે નામોશી થઇ છે. 2014માં 44 બેઠક અને હવે 52 બેઠક મળ્યા બાદ કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠવા લાગ્યા છે. જાણીતા ઇતિહાસકાર અને ગત પાંચ વર્ષમાં ઘણી વખત મોદી સરકાર પર સવાલ ઉઠાવનારા રામચંદ્ર ગુહાએ પણ હવે રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા છે.
It is astonishing that Rahul Gandhi has not yet resigned as Congress President. His party performed very poorly; he lost his own pocket borough. Both self-respect, as well as political pragmatism, demand that the Congress elect a new leader. But perhaps the Congress has neither.
— Ramachandra Guha (@Ram_Guha) May 24, 2019
રામચંદ્ર ગુહાએ ટ્વિટ કરીને લખ્યું કે તેઓ હેરાન છે કે હજુ સુધી રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું નથી. તેમની પાર્ટીએ આ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું છે.. તેઓ પોતાની બેઠક પણ હારી ગયા. ગુહાએ આગળ લખ્યું કે રાહુલ ગાંધીએ પોતાનું આત્મસન્માન, રાજકીય પક્ષ બંનેને ગુમાવ્યા છે. જેથી કોંગ્રેસને હવે એક નવા નેતૃત્વની જરૂરિયાત છે. પરંતુ કોંગ્રેસની પાસે તે પણ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી રાજીનામાની ઓફર કરી ચુક્યા છે. પરંતુ તેના પર 25 મેના રોજ યોજાનારી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ચર્ચા થશે.
READ ALSO
- ભારે પવન અને વીજ કડાકા સાથે અમદાવાદમાં વરસ્યો વરસાદ, અનેક સ્થળે સાઈનબોર્ડ બેનરો પડયા! ૮૦થી વધુ વૃક્ષો ધરાશાયી
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી